સરિયદ ખાતે શ્રી ઠાકર મહારાજ ના મંદિરે રીનોવેશન મૂર્તિ પધરામણી તેમજ યજ્ઞ યોજાયો.
જુના સ્થળે (જુનાથડા) મામા ભાણેજ એટલે કે ઊંઝિયા અને કોશિયા પરિવાર દ્વારા શ્રીઠાકર મહારાજની મૂર્તિને રીનોવેશન કરી શ્રાવણ સુદ-૨ ને શુક્રવાર ૧૪/૦૮/૨૦૨૬ સવારે યજ્ઞ સાથે બપોરે ૧૨.૩૯ કલાકે પધરામણી કરેલ.

સરિયદ ખાતે શ્રી ઠાકર મહારાજ ના મંદિરે રીનોવેશન મૂર્તિ પધરામણી તેમજ યજ્ઞ યોજાયો.
સરસ્વતી તાલુકાના સરીયદ ખાતે સમસ્ત ઉંઝિયા પરિવાર સમાજના શ્રીસધી માતાજીની પધરામણી તમામ ભાઈઓ સાથે મળી સવંત ૨૦૬૦ ના અધિક શ્રાવણ સુદ-૯ ને સોમવાર તા.૨૬/૦૭/૨૦૦૪ ના રોજ પ્રતિષ્ઠા કરેલ જ્યારે ઠાકર મહારાજની પ્રતિષ્ઠા સવંત ૨૦૬૧ ના ચૈત્ર સુદ-૯ ને સોમવાર તા.૧૮/૦૪/૨૦૦૫ ના રોજ ધામધૂમથી પ્રતિષ્ઠા કરેલ.જે જગ્યા ઉજડ વન જેવી થઈ હતી ત્યાં અત્યારે અઢળક વિકાસ થયો છે.વારે તહેવારે ઊંઝિયા પરિવાર પ્રજાપતિ સમાજ અહીં શિશ નમાવી બાધા આખડી પુરી કરે છે.આ સ્થળે માતાજીના દર્શન કરવાથી અનેક ભાવિકોના મનોરથો પુરા થયા છે.આ જુના સ્થળે (જુનાથડા) મામા ભાણેજ એટલે કે ઊંઝિયા અને કોશિયા પરિવાર દ્વારા શ્રીઠાકર મહારાજની મૂર્તિને રીનોવેશન કરી શ્રાવણ સુદ-૨ ને શુક્રવાર ૧૪/૦૮/૨૦૨૬ સવારે યજ્ઞ સાથે બપોરે ૧૨.૩૯ કલાકે પધરામણી કરેલ.યજ્ઞના મુખ્ય યજમાન કોશિયા વેલાભાઈ મણાભાઈ સરીયદ,સહયોગી યજમાન અલ્કેશભાઈ છગનભાઈ સરીયદના યજમાનપદે શાસ્ત્રી રાઘવેન્દ્ર જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો.૧૨.૩૯ કલાકે શ્રી ઠાકર મહારાજની મૂર્તિ રોહિતભાઈ અંબાલાલ (નિકુલભાઈ) પાટણ તથા ગાય માતાની મૂર્તિ સ્વ.બાબુભાઈ ભેમાભાઈ પરિવારના નરોત્તમભાઈ અને અલ્પેશભાઈ (કોસીયા) સરીયદના વરદ હસ્તે પધારમણી કરી વીરાભાઈ અજાભાઈ કોશિયા પરિવારના હસ્તે ધજા રોહણ કરવામાં આવેલ.ઊંઝિયા વિરમભાઈ ધરમશીભાઈ કડી પરિવરાના હસ્તે પ્રથમ દ્વાર ખોલી ડૉ. પરાગભાઈ મંછાભાઈ કોશિયા ના હસ્તે આરતી ઉતારેલ. પૂજાપા તથા ફુલહારનો લાભ ઊંઝિયા દશરથભાઈ ડાહ્યાભાઈ કસલપુરાવાળાએ જયારે ભોજનના પ્રસાદ સમસ્ત કોસિયા પરિવાર સરીયદ તરફથી આપવામાં આવેલ.મંડપ દાતાનો લાભ કસલપુરાના પૂર્વસરપંચ ઊંઝિયા સોમાભાઈ નાગજીભાઈ એ લીધો હતો. જુનાથડા રીનોવેશનમાં જયશ્રી સધીમાં યુવક મંડળ કડી,અંબાલાલ (નિકુલભાઈ) ધુડાભાઈ પરિવાર પાટણ, સ્વ. ડાહ્યાભાઈ કમાભાઈ ઊંઝિયા પરિવાર કસલપુરા સહીત અનેક દાતાઓએ રોકડ અનુદાન કરી સહભાગી થયા હતા.શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, પ્રેસરિપોર્ટર નટવર પ્રજાપતિ થરા,ભુવાજી ઈશ્વરભાઈ ઊંઝિયા,કડિયા ગોવિંદભાઈ થરેચા થરા,કડિયા પુનાભાઈ ગઢીયા સરિયદ સહીત દરેક દાતાઓનું કોશિયા પરિવાર દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પસાભાઈ જુનાડીસા, રાજુભાઈ કુંવારવા,પસાભાઈ કડી,સોમાભાઈ કસલપુરા વાળાએ અથાગ મહેનત કરી હતી.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530










