તા.૨૫.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ કાળી ડેમ પાસે ૩ વ્યક્તિ ફસાતા ફાયર ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ
વહીવટી તંત્રની ફાયર ટીમ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ કરાયું દાહોદ જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસથી પડી રહેલા વરસાદ દરમ્યાન કાળી ડેમ પાસે અચાનક પાણીમાં વધારો થતા પાણીનું વહેણ વધતા ત્યાં ૩ વ્યક્તિઓ ફસાયા હતા. જેની જાણ વહીવટી તંત્રને કરતા તરત જ વહીવટી તંત્રના સંબંધિત વિવિધ વિભાગોના સંકલન થકી ત્યાં ફસાયેલ તમામ ૩ વ્યક્તિના બચાવ માટે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ભારે જહેમત બાદ ટીમ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી ફસાયેલ ત્રણેય વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે