GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના જંત્રાલ ગામના રહિશો કાદવકીચડથી ત્રાહિમામ વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય.!!

તારીખ ૧૭/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના જંત્રાલ ગામના મુખ્ય રસ્તા પર ગંદકી નું સામ્રાજ્ય જોવા મળે છે જેનાં કારણે સ્થાનિક રહીશો સ્કૂલના બાળકો અને રાહદારીઓને ગંદા પાણી સાથે કાદવકીચડ માંથી પસાર થવું પડે છે.જેમા સીતારામ ફળિયું, રાણી ફળિયું અને પજિવનુ ફળિયા સહિત તમામ ફળિયાના રહીશોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે આમ ચોમાસામાં એકલું જ નહીં પણ આ રોડ પર શિયાળા ઉનાળામાં પણ આજ સ્થિતી માં જોવા મળે છે ઉલ્લેખનીય છે રસ્તો વર્ષ ૨૦૧૨ માં બનાવવામાં આવ્યો હતો ત્યાર પછી કોઈ વાર રસ્તાનું કામકાજ અથવા નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી તેઓ ગામજનોનો દ્ધારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.






