SAYLA

ધજાળા પોલીસે ફરી એક વખત કરી આકસ્મિક રેડ

ધજાળા પોલીસે નડાળા સીમમાંથી દેશી દારૂ ઝડપી પાડ્યો.સાયલાનાં ધજાળા પોલીસે નડાળા ગામની સીમમાંથી લાખનો મુદ્દામાલ કબજે કર્યો.ધજાળા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે.આરોપી કાળુભાઈ માણશીભાઈ તથા કરણભાઈ દિનેશભાઈ પોતાની વાડીને શેઢે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતાં.બંને આરોપી રેડ દરમિયાન નાસી છૂટ્યા. પોલીસે બાતમીના આધારે કરી આકસ્મિક રેડ.જેમાં તપાસ દરમિયાન દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, સહિત કુલ ૧.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.બંને આરોપી મળી નહીં આવતા વોન્ટેડ જાહેર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા

Check Also
Close
Back to top button
error: Content is protected !!