GUJARATHALOLPANCHMAHAL

રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા જયદ્રથસિંહજી પરમાર ના જન્મદિવસ નિમિતે 800 નોટબુકનું વિતરણ કરાયું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૭.૨૦૨૬

રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા સમાજસેવાના વધુ એક ઉમદા પ્રકલ્પ અંતર્ગત માનનીય રોટેરિયન જયદ્રથસિંહજી પરમારના જન્મદિવસ નિમિત્તે ઝાંખરિયા પ્રાથમિક શાળા અને ધર્મપુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કુલ 800 નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ હાલોલના પ્રમુખ રોટે. હાર્દિક જોશીપુરા, સચિવ રોટે. વૈભવ પટેલ,આસિસ્ટન્ટ ગવર્નર રોટે. પ્રદીપ પરીખ, તેમજ સભ્યો રોટે. શીતલ પટેલ, રોટે. ડૉ. સંજય પટેલ અને રોટે. જિગ્નેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા.ક્લબના આગેવાનોએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત પ્રગતિ કરવા, નિયમિતતા જાળવવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ આ સેવા પ્રકલ્પ બદલ રોટરી ક્લબ ઓફ હાલોલ પ્રત્યે આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.વિધાર્થીઓ દ્વારા જાયુદાદા ના જન્મદિવસે નિમિત્તે દાદા ને ગીત ગાય ને શુભેછા પાઠવી હતી.રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપતા આવા સેવા પ્રકલ્પો સતત હાથ ધરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ સમાજના વિવિધ વર્ગો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!