જામનગર pgvcl:: મેડમ શર્મા કાં દોડી આવ્યા?? તોળાતા પગલા??
જામનગર pgvcl:: મેડમ શર્મા કાં દોડી આવ્યા?? તોળાતા પગલા??
મટીરીયલ ક્વોલીટી-કવર્ડ કેબલ-કન્ટીન્યુ સપ્લાય(વિધાઉટ ઇન્ટરપ્શન)-મેન્ટેનન્સ-સર્વેલન્સ— કમ્પલેન ડીસપોઝલ-અરજીઓ નિકાલ વગેરેની મળેલી થોકબંધ બાતમીઓના પગલે રાજકોટ કોર્પોરેટથી જામનગર દોડી આવેલા MD પ્રિતી શર્મા એ વિગતે સમીક્ષા કરી કડક સુચનાઓ આપી પ્રિમોન્સુન કામગીરી પુરતી અને પ્રોપર થઇ ન હોવાનું નોંધ્યુ……અને પરંતુ શેઠની શીખામણ……….જેવુ થશે તો એક્શન લેવાશે તેવો સાર નીકળ્યો
જામનગર (ભરત ભોગાયતા)
pgvcl પશ્ર્ચિમ ગુજરાત વિજ -કંપની-લીમીટેડના મેનેજીંગ ડાયરેક્ટર જામનગર દોડી આવ્યા હતા અને ગઇકાલે તેમને જામનગર સર્કલનુ ઇન્સ્પેક્શન મોડમાં એનાલીસીસ કર્યુ હતુ અને અનેક મુદાઓ સમીક્ષામાં આવરી લીધા હતા આવી બાબત જામનગર સર્કલ માટે ઓચીંતી અને ઘણા સમય બાદ બની છે જો કે આ સરપ્રાઇઝ વીઝીટ બાદ એક્શન પણ તોળાઇ રહ્યા છે જેમાં પહેલા મોટા પાયે બદલી અમુક સસ્પેન્શન અમુક ઇન્ક્વાયરી વગેરે હોઇ શકે છે
md એ તમને કેવુ પડે કે વિજપુરવઠો એકધારો જાળવો?? હેં ?? તમે બધા જ શેના માટે છો તમે ગમે તેટલુ કામ કરો રીપેરીંગ કરો ગમે તેવુ નવુ મટીરીયલ વાપરો આખો દિવસ કોમ્પ્યુટર ઉપર કોણ જાણે શું ટકાટક કરો છો કેટલા મેન્ટેનન્સ કરો છો કેટલુ નવુ કામ ઇન્સ્ટોલેશનનુ લાઇનીંગનુ પોલનુ વગેરે કરો છો કેટલા રૂપીયા ખર્ચો છો તેની સાથે પબ્લીકને કઇ લેવા દેવા નથી પબ્લીકને તો તેના ઘર દુકાન ઓફીસ કારખાના ધંધાના સ્થળ વગેરે એ લાઇટ જવી ન જોઇએ બસ……આ જ હેતુ થી ખાડે ગયેલા જી ઇ બી નુ રાજ્યમાં પાંચ વિભાગમા વિભાજન કરી મોં માંગ્યુ બજેટ આપી કાર્યરત કરાયુ છે પરંતુ ફિલ્ડ તો એ જ ખરૂ ને?? જુના ઘણા જી ઇ બી વાળા ખરા ને ??તેમાંથી અમુક કલાકારો ખરાને??એ કલાકારો તો સખણા બેસે જ નહી ને?? નવા આવતા જતા ઇજનેર સહિતના સ્ટાફ અને જુના હયાત સ્ટાફના કાનમા મંત્રો ફુકવાનુ ચાલુ જ રહ્યુ જો કે જુજ તે આંટીમા નથી આવ્યા પરંતુ હવે ઘણુખરૂ વિજવિભાગનુ તંત્ર લુણો લાગેલી હાલતમા છે અને હવે ફરીથી જુના જી ઇ બી જેવી હાલત કરવા જ જાણે અમુક કર્મચારીઓ કટીબદ્ધ હોય તેવી પરીસ્થિતિ હોવાનુ નિષ્ણાંતો કહે છે
@ હવે એક જાણવા જેવી વાત
મીનીસ્ટર શ્રી ફલાણા ઢીંકણાં કે લોકડાએ પીજીવીસીએલના અધિકારીઓ સાથે જામનગર અને દ્વારકા જીલ્લાના વિવિધ પ્રશ્નો અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ જે તે અધિકારીઓને બંને જિલ્લામાં જે તે જગ્યાએ ફીડર બદલવાની જરૂર હોય તે બદલાવવા, ટિસી બદલવા અંગે, ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે, સમયાંતરે સબ સ્ટેશનની વિઝિટ કરવી, ઔધોગિક વિસ્તારોમાં વીજળીના પ્રશ્નો ન રહે તેમજ જે જગ્યાએ વીજળીના ફોલ્ટ હોય તેનું તાત્કાલિક નિરાકરણ અર્થે સ્પેશિયલ ટીમ બનાવીને કામગીરી કરવા સૂચનો હાથ ધર્યા હતા. આ બેઠકમાં મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે અને જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી કરવા પીજીવીસીએલનાં ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કર્યા હતા
@ ઉપરની વાત રૂટીન છે વરસમા બે તન વાર આવી મીટીંગ થાય છે પરંતુ કશો ફરક કેમ નથી પડતો??
કેમ રાઉન્ડ ધ ટેબલ મેનેજમેન્ટ અને પ્રોપર ડીસ્ટ્રીબ્યુશન ઓફ વર્કનથી કેમ અધીકારીઓ કા.ઇ. અને સુપ્રિ. ફિલ્ડમાં લોકોને જોવા મળતા નથી ??મળે છે?? નહીતો તેઓ ટેકનીકલ માણસો છે ને??
@હજુ વધુ એક સંવેદનશીલ વિષય
વીજચોરી અંકુશમા લેવી હોય તો pgvcl જામનગર સર્કલની વીજીલન્સને વધુ સતર્ક બનાવો( દાયકા પહેલા સ્થાનીક I.C. સ્ક્વોડ એ અનેક ચોરી અને નવા નવા કરતબો પકડેલા તેનો રેકર્ડ છે) નહીતો બે પાંચ વરસમા જે ઘસારો હશે તેટલી આવક પણ નહી હોય તેમ સનસની આક્ષેપ કરીનજાણકારોએ એ પણ ઊમેર્યુ છે કે હાલનઇ કંપની ને જુની જી ઇ બી તરફ ઢસડી જવાની ખાસ જહેમત જે ચોક્કસ લોકો સાંઠગાંઠ થી કરે છે તે હાવી થઇ જશે ને સરકાર મો વકાસીને બેસશે ત્યારે શુ થશે??? અમુક સ્ટાફ એ જે અમુક વિજચોરોને પંપાળ્યા કે તેમને આંચ ન આવે તેવી ખાસ સુવિધા કરી આપી અને ઉપરથી રસ્તા દેખાડ્યા કે મીટર ડેમેજ કરો મીટર બાળી નાખો લાઇન ડેમેજ કર નાખો શોટ સરકીટ કરાવો સામાન્ય આગ લગાડાવો…..વગેરે થી કા તો વપરાશ પ્રકાર l.t.બતાવો વાપરો h.t. ની ખાસ સ્કીમ અમુકને દર્શાવી તો અમુકને ઘરમા કારખાના કે મીલ કેઉત્પાદક યુનિટ કેમ ચલાવા તેની અમુકને યોજનાઓ બનાવી દીધી વગેરે ….વગેરે…હવે હદ થઇ ગઇ….વિજ વિભાગનુ પોલીસ તંત્ર કે વીજીલન્સ વગેરે કેટલીક તપાસ કરશે એક તપાસ પુરી થાય ત્યા બીજી ઢગલો તપાસ ભેગી થઇ જાય છે છતાય લંગર વાળા ડાયરેક્ટ પાવર વાપરતા હોય તેવા અમુક અનઅધીકૃત વપરાશીઓને તપાસ પહેલા ગંધ કેમ આવી જાય છે??? તેના જવાબ પણ સૌ જાણે છે જંગી બીલ બાકી હોય તો તે બીલ જાણે બાયપાસ કરાવી દેવાયુ હોય તેમ બીજાના નામે કે નવુ સરનામુ બતાવી ને કનેક્શન અપાવી દેવાના કારસા (સામાન્ય માણસ વિજ કનેક્શન લેવા ભલે ધક્કા ખાય ભલે પગ ઘસાય જાય) જંગી બીલમા કેડર વાઇઝ ખાસ કન્સેશન ની ડીસ્કાઉન્ટ યોજનાઓ ખાસ ભલામણ કે ચોક્કસ ફાયદાથી કરાવી આપવાની કારસા સ્કીમો બંધ કરો કા તપાસ ના નાટક બંધ કરો ને બાકી નાણા વસુલાત ઝુંબેશ કરાવો અને પાવર સપ્લાય નિયમિત કરી નિયમીત ગ્રાહકો ને પણ બેસ્ટ સર્વિસ પુરી પાડી જુજ અનઅધીકૃત વપરાશી થી વોલ્ટેજ ના પ્રશ્ર્ન ના ભોગ બનતા નિયમિત લોકો પ્રમાણીક ગ્રાહકોને સર્વિસ નબળી ન પડે તેમા વધુ ધ્યાન આપવા ને નિયમીત વિજગ્રાહકોના ભોગે ચોક્કસ ને રક્ષણ આપવાની જે જુજ કર્મચારીઓની મેલી મુરાદ ને સાંઠગાંઠ તોડો નહી તો ટુંક સમયમા જ કાયદેસર બીલીંગ જેટલી તો વિજચોરીઓ ની રકમ થઇ જશે તે સમય દૂર નથી અને વિજ તંત્ર દિવાળુ ફુકશે ત્યારે બધુ જ ડામાડોળ થઇ જશે તે રેડ સિગ્નલ આપી આ ભિતિ નિષ્ણાંતોએ સેવી છે
______________________
@ હજુ એક અંદરની વાત
વિજવિભાગના કહેવાતા કર્મયોગીઓ માના અમુક મનગમતી જગ્યાએ જવામા અમુક ફરી બદલી કરાવામા અમુક પ્રમોશન ની રાહમા અમુક રીપેરીંગ ના નામે જંગી એડજસ્ટ મેન્ટ કરવાના ખેલમા અમુક સાધનો યંત્રો અને લાઇન તેમજ થાભલાઓ સગેવગે કરવામા તો અમુક પરચેઝ ને પેમેન્ટ સ્કોર ને જાળવી અમુક ને જંગી ફાયદો કરાવી આપવામા અમુકની તપાસો ટલ્લે ચડાવામા ચબરાકી દર્શાવતા અમુક ચોક્કસ વ્યસ્ત રહેનાર સ્ટાફ વગેરે અનેક પ્રકારની કચેરીની અંદર ને ફીલ્ડમા ગેરરીતીઓ કરવા કરાવવામા વ્યસ્ત ચોક્કસ સ્ટાફ જુથ મોટા અધીકારીઓ ને ગાંઠતા ય નથી ને આવુ કરનારાઓમાંથી ઘણા રીટાયર થઇ જાય ત્યા સુધી અમુકના તો વાળ પણ વાંકા નથ થતા તો વળી અમુકને તો સડસડાટ પ્રમોશન કે મનગમતા પોસ્ટીંગ મળતા રહે છે તો અમુક તેમની સામેની ફરિયાદ કે તપાસ કે RTI ના સમાધાન થી માંડી ટલ્લે ચડાવાના કે નિંભર થઇ જવાના પણ નિષ્ણાંત છે તે દરેક ને સબક શીખવાડો નહી તો વિજ વિભાગ માટે ખરેખર અંતે ઘર જશે ને ઓસરી રહેશે તેવો ઘાટ ઘડાવાની ભીતી સેવાય છેતેમ પણ આક્ષેપ કરનારાઓ છડેચોક બોલી રહ્યા છે અમુક નિવૃત અધીકારી કર્મચારી ઓ ના આ જ સૂર છે
@ મુળ વાત વિજધાંધીયા ની છે માટે એમ.ડી. શર્મા મેડમ આ ઉપર જણાવેલી છે તેથી પણ અનેક બાબતો જાણતા હોઇ જામનગરની સરપ્રાઇઝ વીઝીટ માટે દોડી આવેલા તેમણે વિજ પુરવઠો કન્ટીન્યુ રહે તે દિશામાં કામ કરવા સર્કલની રેવન્યુ વીજલોસ (જે ૩૦ ટકા જેટલો રહે છે હા વધ ઘટ થાય છે પરંતુ કારણ પકડાતુ નથી જામનગરમા રણજીતવિલા ફીડર (બેડી)લાઇનલોસ ૭૦ થી ૯૦ ટકા સાથે ભારતભરમા મોખરે છે ગિરધારી ફીડર(સુભાષ શાક મારકેટ) ૭૦ ટકા લાઇન લોસ સાથે ખૂબ પ્રદાન) ટકાવારી માલ સામાન ની ગુણવતા માં બાંધછોડ ન કરવા
(આ જ સુચના તેમણે રાજકોટ કોર્પોરેટ ઓફીસની મીટીંગમા કહી હતી અને ક્લોઝ મોનીટરીંગ સુપરવિઝન અને એક્શન ની સુચનાઓ આપેલી હતી જો એ અમલ નહી થાય તો એક્શન લેવાશે) કમ્પલેન નિકાલ રીસ્પોન્સ ટાઇમ ગ્રાહકોના પ્રશ્ર્નો ખાતાકીય તપાસ પેન્ડીંગ રીકવરી સ્ટાફ કામગીરી રીવ્યુ સર્કલનુ ઓવરઓલ પર્ફોમન્સ બજેટ ખર્ચ પ્રિમોન્સુન કામગીરી કવર્ડ વાયર સલામત જંક્શન વીજચોરીના કારનબે આવતો હેવી લોસ જેનાથી સરકારને થાતી જંગી ખોટ વારંવર ટ્રાન્સફોર્મર સળગે વિજલાીોન સ્પાર્ક સાથેવતુટેવથાંભલે કડાકા ભડાકા થાય છે તે નિવારવા એક્શન પ્લાન બનાવવા નિપુણ અધીકારીઓએ વિજ વિભાગની ક્ષતી દૂર કરવા અને અર્થીંગ વિજ લોડ સહિતના મુદે ગ્રાહક જાગૃતિ અને સલામતીના એજ્યુકેશન સહિત મેરેથોન મીટીંગ લીધી હતી જોઇએ હવે આ મીટીંગ બાદ અમુક અધીકારીઓ આંતરીક શીયા વીયાં થયા છે પણ શેઠની શીખામણ…….જેવુ ન કરેવતો સારૂ નહીતર હવે ઉર્જા વિભાગની જ સુચના છે કે ચોમાસા સુધી નાના બાદમા મોટા પગલા લેવા જોઇએ
@_____________
થોડા “સ્પાર્ક”
–વિજચોરી જુજ જ પકડાય કેમ??
-વિજચોરી કરોડો રૂપીયાની પકડાઇ પણ આવક લાખોમાં જ કાં થઇ??
-વિજ લાઇન લોસ ઘટાડવા શું કર્યુ??
-ખાતાકીય તપાસના ૩૮ કેસો જુદા જુદા સ્તરે કેમ બાકી છે?? દાખલો બેસાડો તો અમુક તો એમનેમ જ “વ્યવસ્થિત”થઇ જશે
-આગ ના બનાવો મા મોટાભાગે ઇલેક્ટ્રીક શોર્ટ સરકીટ થી હોય છે તો લોકો એજ્યુકેટ થાય તે માટે માસ ઝુંબેશ કરી છે?? જાહેર સલામતી અને વ્યક્તિ ગત સલામતિુ જાન માલની બંનેની સાચવવા શું કર્યુ??
-કોન્ટ્રાક્ટર બધુ ચેક કરે સર્ટીફીકેટ આપે એ બરાબર પણ રેન્ડમ ચેકીંગ તમે કર્યુ ક્યાંય??
-જામનગર સર્કલ હેઠળ જામનગર અને દ્વારકા જીલ્લા છે છ ડીવીઝન ૩૩ સબડીવીઝન ૧૦૫૦ જેટલો કાયમી સ્ટાફ તેમાથી ૬૦ ટકા ફીલ્ડ ટેકનીકલ સ્ટાફ છે અને કોન્ટ્રાક્ટ અપાય છે એ જુદા
–સીતેર ટકા માલ સપ્લાય કોર્પોરેટ લેવલની હોય છે ૩૦ ટકા લોકલ હોય છે આ બંને પ્રકારના પરચેઝીંગમાં ક્વોલીટી ટેસ્ટીંગ નો કોઇ વિભાગ છે?? સરકારે કે વડી કચેરી ગમે તેને માલ મોકલ્યો હોય આ લોકોની જીંદગીનો સવાલ છે તો ટેસ્ટ કરી નબળો માલ રીટર્ન કાં નથી કરતા??
– લોકોમાં ચર્ચા છે કે વિજવિભાગમાં થાંભલા ટ્રાન્સફોર્મર વિજવાયર ફ્યુઝ પેટીઓ જંક્શન મટીરીયલ કન્સ્ટ્રક્શન મટીરીયલ સેફટી મટીરીયલ સહિત અનેક માલના રીક્વાયર ઇન્ડેનથી માંડી સપ્લાય યુટીલાઇઝેશન સુધી ચોક્કસ લીંક કામ કરે છે જે લીંક તોડવા સ્ટેટ વીજીલન્સ કામ કરશે તો જ લોકોનો વિચાર થશે નહિતર આમ જ ચાલશે ગમે તેટલી મીટીંગ થાય
-પ્રિમોન્સુનમા સબડીવિઝીન વાઇઝ ૩૦ થી ૫૦ લાખના ખર્ચ થયા બરાબર તો સર્કલ કક્ષાના ૯૯૦ થી ૧૩૫૦ લાખનો ખર્ચ શેમાં કર્યો??પબ્લીકને બાયફરગેશન આપો
-શું આવી પાંચ સરકારી વિજ કંપનીઓ નુ અભોયાન ચાલે છે કે હવે આ સેક્ટર ખાનગી કંપનીઓને સોંપાય જાય??
-ગુજરાતના અમુક શહેરમા ખાનગી કંપની વિજ સપ્લાય કરે છે ત્યાં કેમ ચોવીસેય કલાક સાંઇઠે સાંઇઠ મીનીટ ને સેકન્ડા વિજ સપ્લાય વિધાઉટ ઇન્ટરપ્શન અપાય છે તેઓ પણ વિજળી ગુજરાતમાથી પણ ઘણી ખરીદે છે તેમની બધા જ નેટવર્કની કોસ્ટ સરકારની આ પાંચ વિજ કંપનીમાં થાય તેથી ઓછી છે વિજચોરી ૦ છે કેમ??તમારા તો બજેટ પણ જંગી હોય છે
@________________
BGBhogayata
b.sc.,ll.b.,dny(GAU),journalism (hindi)ind.rela.&personal mang.(dr.r.prasad uni.)
gov.accre.Journalist
jmr
8758659878
bhogayatabharat@gmail.com