IDARSABARKANTHA

વડાલીના ફુદેડા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો: ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું

વડાલીના ફુદેડા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો: ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલા ફુદેડા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનો અને યુવાશક્તિના ઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કેમ્પમાં કુલ ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવદાતા સાબિત થશે.
આ આયોજન પાછળ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કોમલબેન, આરોગ્ય કાર્યકર અનિતાબેન તથા ઉપેન્દ્રભાઈ સહિત સ્થાનિક આગેવાનો અને ગામના યુવાનોનો સંયુક્ત અને પ્રશંસનીય પ્રયાસ રહ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!