IDARSABARKANTHA
ઈડરના ઉમેદપુરા ખાતે રોહિત સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ


ઈડરના ઉમેદપુરા ખાતે રોહિત સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ
ઉમેદપુરા ગામે આગામી તા.૨૬.૪.૨૦૨૬ રવિવારના દિવસે દેહ પરગણા રોહિત સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનુ આયોજન ઉમેદપુરા ચોકડી ખાતે ભવ્ય આયોજન કરાયુ છે ઉમેદપુરા ખાતે રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ સમૂહ લગ્નમા ૨૧ યુગલો પ્રભુતામા પગલાં પાડશે સમૂહ લગ્ન ૧૨.૦૦ વાગ્યા સુધીમા પૂર્ણ થાય તેવુ સમાજ દ્વારા આયોજન કરાયુ છે સમુહલગ્નોત્સવ પ્રસંગના દિવસે જીલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીનુ મતદાન હોઈ સમૂહ લગ્નોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ નવદંપતીઓ સાંજ સુધીમા મતદાન કરી શકે છે જેથી ૨૧ યુગલો દ્વારા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ મતદાન કરીને અદા કરશે દેહ પરગણા રોહિત સમાજના આગેવાનો દ્વારા આજે પત્રકાર મિત્રોને આ અંગે માહિતી અપાઈ હતી
જયંતિ પરમાર સાબરકાંઠા




