ARAVALLIBHILODA

શામળાજી : દારૂ પકડાય છે પણ ભરી આપનાર અને મંગાવનાર કેમ નથી પકડાતા..? શામળાજી પોલીસે સી એન જી રિક્ષામાંથી પકડ્યો દારૂ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

શામળાજી : દારૂ પકડાય છે પણ ભરી આપનાર અને મંગાવનાર કેમ નથી પકડાતા..? શામળાજી પોલીસે સી એન જી રિક્ષામાંથી પકડ્યો દારૂ

શામળાજી પોલીસે સી.એન.જી. રીક્ષા નંબર GJ-02-Y-762 પાછળની શીટના નીચે ગુપ્તખાનામાં તેમજ ડ્રાઇવર સાઇડની શીટના નીચેના ભાગે ખાનામાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો/ક્વાર્ટર/બીયર ટીન નંગ-૨૬૫ કિ.રૂ.૬૦,૦૪૫/- પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વપરાયેલ સી.એન.જી.રીક્ષાની મળી ફૂલ કિંમત રૂપીયા કિં.રૂ. ૧૬૨૫૪૫/- નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી

અગામી દિવાળીના પર્વ અનુસંધાને અરવલ્લી જીલ્લામાં પ્રોહીબિશનના ને રોકવા નાબુદ કરવા સખતમાં સખત વાહન ચેકીંગ કરી તેમજ બોડર તરફથી આવતા અંતરિયાળ રસ્તાઓ ઉપર નાકાબંધી ગોઠવી અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ મોડાસા વિભાગ મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળની કામગીરીમાં રોકાયેલ હતા.જે અન્વયે એસ કે દેસાઇ સાહેબ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવતો હોય જ નિમિત્તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જાબચીતરીયા તરફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ એસ કે દેસાઇ સાહેબ નાઓને ખાનગી બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે એક સી.એનજી રીક્ષા નંબર જીજે ૨ વાય વાય ૪૭૬ર નો ચાલક પોતાના કબ્જાની રીક્ષામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગેડ જોબુડી તરફના રસ્તાએ થઇ વસાયા તરફ નીકળેલ છે જેવી બાતમી હકીકત હોય જે બાતમી હકીકત આધારે વસાયા ગામની સીમમાં ઝેડ જાંબુડી તરફથી વસાયા તરફ આવતા આંતરીયાળ રસ્તા ઉપર નાકાબંધી કરી સદરી બાતમી હકીકતવાળી સી.એન.જી. રીક્ષા નંબર GJ 02 Yr 4762 ની આવતા સદરી રીક્ષા ઉભી રખાવી રીક્ષા ચાલકને પકડી રીક્ષામાંથી પાછળની શીટના નીચે ગુપ્તખાનામાં તેમજ ડ્રાઇવર સાઇડની શીટના નીચેના ભાગે ખાનામાં ભરેલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો ક્વાર્ટર બીયર ટીન નંગ- ૨૬૫ કિ.રૂ.૧૦,૦૪૫/- તથા મોબાઇલ નંગ ૨ કિં.રૂ. ૫૦૦/- તથા સી.એન.જી. રીક્ષાની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧,૬૨,૫૪૫/- નો પ્રોહી મુદામાલ સાથે રીક્ષા ચાલકને ઝડપી પાડી ચાલક ઇસમ વિરૂધ્ધ પ્રોહિબીશનનો ગણના પાત્ર કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આમ, શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે,

– પકડાયેલ આરોપી -* આશિષ હુરમાજી ડામોર ઉં.વ. ૨૨ રહે.ઉખેડી તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન

વોન્ટેડ આરોપી :-

(૨) લાલાભાઇ નામનો માણસ જેનું નામ સરનામુ મળેલ નથી (દારૂ ભરી આપનાર)

(૩) ભૌમટાવાળા અંગ્રેજી દારૂના ઠેકા ઉપરથી માલ ભરી આપનાર ઇસમ નામઠામ મળેલ નથી

(૪) અજાણ્યો ઇસમ (દારૂ મંગાવનાર)

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!