KUTCHMANDAVI

સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલમાં “પ્લાસ્ટીક મુકત-નિરોણા ગામ” અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પેપર બેગ બનાવી વિતરણ કરાયુ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા ,તા-૨૪ ઓગસ્ટ : સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે લેવાયેલ “પ્લાસ્ટીક મુકત- નિરોણા ગામ” અભિયાનને આગળ ધપાવતા શાળાના વિદ્યાર્થીઓએ રીશેષ પછીનો અડધા દિવસનો સમય પર્યાવરણ માટે ફાળવેલ હતો. જેમા સારસ્વતમ્ ટ્રસ્ટ અધ્યક્ષા વિજયાલક્ષ્મીબેન શેઠ અને માનદમંત્રી ડૉ વી.વિજયકુમારની પ્રેરણા તેમજ આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફીસર અલ્પેશભાઇ જાની તેમજ એન.એસ.એસ. ઓફીસર રમેશભાઈ ડાભીની દેખરેખ હેઠળ આશરે ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ધરે પડેલા જૂના છાપાઓ અને વેસ્ટ પેપરનો ઉપયોગ કરી ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલી પેપર બેગ બનાવી નિરોણા ગામની દુકાનો તેમજ નાસ્તાની લારીઓ પર તેનુ નિઃશુલ્ક વિતરણ કરી તેમને સ્વાતંત્ર્ય પર્વ પર લીધેલ સંકલ્પ યાદ કરાવી પ્લાસ્ટીક બેગની જગ્યાએ ગ્રાહકોને પેપર બેગ આપવા અનુરોધ કરવામાં આવેલ હતો. વળી, વિદ્યાર્થીઓએ પર્યાવરણને બચાવવાના શુભ આશયથી દર શનિ-રવિ નવરાશના સમયે આવી પેપર બેગ ધરે બનાવી અને વેપારીઓ તેમજ ગામ લોકોને બારેમાસ આપતા રહેવાનો નિર્ધાર પણ કરેલ હતો. “પ્લાસ્ટીક મુકત-નિરોણા ગામ”, અભિયાન રુપ એક નવી પહેલને વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા વધાવવામાં આવેલ હતી. પેપર બેગ ન બનાવતા આવડતા વિદ્યાર્થીઓને ધો.૧૨ ની વિદ્યાર્થીની જાનવી પટેલ દ્વારા નિદર્શન કરી બતાવવામાં આવેલ હતુ. પર્યાવરણ માટે આશીર્વાદરૂપ આ નવતર અભિયાનને સફળ બનાવવા માટે શાળાના વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર, અલ્પાબેન ગોસ્વામી, કિશનભાઇ પટેલ, ભૂમિબેન વોરા તેમજ સાવિત્રીબેન નઝારે જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!