હિંમતનગર તાલુકાના કાનડા ગામે વલ્લાવાળી મહાકાલી માતાજીના મંદિરે આયોજિત મહાકાલી માતાજીના ચોથા પાટોત્સવનો મંગલમય પ્રસંગ
અહેવાલ:- પ્રતિક ભોઈ
આજ રોજ હિંમતનગર તાલુકાના કાનડા ગામે વલ્લાવાળી મહાકાલી માતાજીના મંદિરે આયોજિત મહાકાલી માતાજીના ચોથા પાટોત્સવના મંગલમય પ્રસંગે *સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જીએ હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા જી* સાથે હાજરી આપી મહાકાલી માંનો જયજયકાર કરી માં ની કૃપાદ્રષ્ટિ સંસારના તમામ લોકો પર બની રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી.
આ મંગલમય પ્રસંગે સાંસદશ્રી સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા,તાલુકા પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ,મહામંત્રી શ્રી ભગીરથસિંહ ઝાલા,પૂર્વ પ્રમુખ શ્રી વિષ્ણુસિંહ,તાલુકા ઉપપ્રમુખ શ્રી નવલસિંહ,તાલુકા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ,સરપંચ શ્રી હઠીભા,પૂર્વ સરપંચ શ્રી જગતસિંહ,vce મંડળ પ્રમુખ શ્રી ઝાલા મનહરસિંહ,ઝાલા કિરપાલસિંહ,રાઠોડ વિક્રમસિંહ,ઝાલા સોનસિંહ,ઝાલા ભરતસિંહ, ઝાલા જશવંતસિંહ, સમસ્ત યુવા ટીમ,બીજલભાઇ ભરવાડ,ગ્રામજનો અને મોટી સંખ્યામાં માઇભક્તો હાજર રહ્યા.