HIMATNAGARSABARKANTHA

આર.એમ.ઓ. ડોક્ટર ગજેન્દ્ર ગઢવી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સાબરકાંઠા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રીમાન સોમજીભાઈ ખૈર દ્વારા તપાસના આદેશો કરવામાં આવેલ છે અને ભલામણ કરવામાં આવેલ છે

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા જિલ્લા ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા આર .એમ. ઓ.ડોક્ટર ગજેન્દ્ર ગઢવી દ્વારા ગેરકાયદેસર રીતે સ્ટાફ નર્સ સાથે ફરજ અને મળવાપાત્ર રજાઓ અંગે રજૂઆત કરતા જાહેરમાં અભદ્ર અને બિભત્સ વર્તન અને અપમાનિત કૃત્યો કરી ધાકધમકી આપતા હોઈ આર. એમ. ઓ.ડોક્ટર ગજેન્દ્ર ગઢવી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ કારોબારી સમિતિ સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર શ્રીમાન સોમજીભાઈ ખૈર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાબરકાંઠા શ્રી ને આર. એમ.ઓ. ડોક્ટર ગજેન્દ્ર ગઢવી વિરુદ્ધ હોસ્પિટલ લાલોડા ખાતે ફરજ દરમિયાન, ફરજ અને ફરજ ઉપરાંતના સમયે મળવા પાત્ર રજાઓ અને ઓવરલોડ કામગીરી આર એમ ઓ ડોક્ટર ગજેન્દ્ર ગઢવી દ્વારા માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો તેના કારણે તેમની તબિયત અચાનક લથડી પડતા તેઓને સારવાર અર્થે હિંમતનગર જીએમઇઆરએસ હોસ્પિટલ હેઠળ ખસેડવામાં આવ્યા હતા ડોક્ટર ગજેન્દ્ર ગઢવી વિરુદ્ધ અગાઉ પણ મહિલા કર્મચારીઓ સાથે બિભત્સ વર્તન અને ધાકધમકીઓ બાબતે અનેક કર્મચારીઓ દ્વારા ન્યાયના હિતમાં મહિલા ઉત્પિડન જેવા ગંભીર ગુનાઓ માટેની અરજીઓ મહિલા કર્મચારી દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે તદુપરાંત આરએસબીવાય ના કરોડોનું કથિત કૌભાંડ પણ આચરેલાની ફરિયાદો ઉચ્ચ કક્ષાએ આરોગ્ય વિભાગ તથા મંત્રીશ્રીઓ ને રજૂઆત કરવામાં આવી છે તેના કારણે તેઓની છેલ્લા બે વર્ષમાં આઠ બદલીઓ અન્ય જિલ્લાઓમાં કરવામાં આવી હતી સ્થાનિક રાજકારણીઓના સહકારથી ખોટી રજૂઆતો કરી તેઓની પરત સિવિલ હોસ્પિટલ ઈડર ખાતે બદલીઓ કરાવી તેવું સમગ્ર પંથકમાં અને સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આ ફરિયાદો ની ગંભીરતા લઈ સાબરકાંઠા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રીમાન સોમજીભાઈ ખૈર દ્વારા તપાસના આદેશો કરવામાં આવેલ છે અને ભલામણ કરવામાં આવેલ છે

Back to top button
error: Content is protected !!