GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદના ચરાડવા ગામે કારખાના પાછળ ઓરડીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

HALVAD:હળવદના ચરાડવા ગામે કારખાના પાછળ ઓરડીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
ચરાડવા ગામે આવેલ કારખાના પાછળ પાણીના ટાંકાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ ૩૬ વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મૂળ યુપીના વતની અને હાલ હળવદ તાલુકાના ચરાડવા નજીક આવેલ બીસેરો સિરામિક કારખાનામાં કામ કરતા વિનોદભાઈ સતનભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૬) નામના યુવાને કારખાના પાછળ આવેલ પાણીના ટાંકાની ઓરડીમાં લોખંડ હુક સાથે ઇલેક્ટ્રિક કેબલ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો હળવદ પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિનોદભાઈ જીદી સ્વભાવના હોય પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનું ખુલ્યું છે હળવદ પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે









