કાલોલ તાલુકાના પીંગાળી ગામે આયુર્વેદ દવાખાના માટે આયુષ મિશન દિલ્હી દ્વારા ગ્રાન્ટ ફાળવતા ખાતમુહૂર્ત કરાયુ.

તારીખ ૦૭/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના જૂજ ગામો માં આયુર્વેદ દવાખાનાઓ ચાલે છે જે પૈકી પીંગળી એક એવું ગામ છે જ્યાં વર્ષો થી આયુર્વેદ દવાખાનું ચાલે છે પરંતુ છેલ્લા દસ વર્ષથી જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયત ના ચોગાન માં આવેલું હતું જે કોઈ ને જાનહાનિ ના થાય એ પહેલાં જ વર્ષ ૨૦૧૭ માં ધરાશાઈ કરવામાં આવ્યું હતું જોકે છેલ્લા દસ વર્ષથી આ દવાખાનું જૂની પ્રાથમિક શાળા ના ઓરડા માં ચાલતું હતું જ્યાં તે ઓરડા પર પણ તાટપત્રી નાંખી ને છેલ્લા ત્રણ વર્ષથી ચલાવે છે આવી હાલત માં સેવા બજાવતા કર્મચારીઓ પરેશાન થઈ ગયા હતા પરંતુ છેલ્લા વર્ષ ૨૦૧૯ માં ડૉ કિષ્ણકાંત તાવિયાડ ના પ્રયત્નો થકી અને ગ્રામજનોના સહકાર થી ફાઈલ કલેકટર પંચમહાલ ગોધરા અને ગુજરાત સરકાર ગાંધીનગર ખાતે મોકલી આપી હતી જે આ ફાઇલ દિલ્હી ખાતે પહોચાડવા માં આવી હતી અને આયુષ મિશન દિલ્હી દ્વારા રૂપિયા ત્રીસ લાખ ૩૦,૦૦૦૦૦/ ની માતબર રકમ મંજૂર કરી હતી જે બાબતે આયુષ મિશન દિલ્હી ની ટીમ આ દવાખાના ની દેખરેખ અને નિયંત્રણ હેઠળ રહેશે અને આજ રોજ આયુર્વેદ દવાખાના નું ખાત મુહુર્ત ગામના અગ્રગણ્ય પ્રથમ નાગરિક યુવા સરપંચ વિજયસિંહ સોલંકી ના હસ્તે કરવામાં આવ્યું હતુ વર્ષ -૨૦૨૦ માં કોરોનાકાળ દરમિયાન ડૉ. કૃષ્ણકાંત તાવિયાડ ની અવિરત સેવા આ ગામ ખાતે સતત ચાલુ હતી એ આજે પણ યાદ છે અને એની નોંધ સરકારે પણ લીધી હતી અને ડૉ. તાવિયાડ નું એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું હતું આવી અવિરત સેવાઓ પુરવાર કરી છે.વધુમાં આ ગામમાં દૂર દૂર સુધી ના દર્દીઓ સારવાર માટે આવે છે અહી આ તબક્કે ડી. ઓ. અલ્કેશ ગેહલોત, ઇન્ચાર્જ ડૉ. સુનીલ બામણીયા, કિશોરસિંહ રાઉલજી, ગાયત્રીબેન સોલંકી તાજેતર માં કાલોલ તાલુકા બીજેપી મંડલ માં કોષાધ્યક્ષ તરીકે પદ મેળવનાર પીંગળી ગામના વતની મુકેશસિંહ સોલંકી, વકીલ કલ્પેશસિંહ સોલંકી, માજી ડે.સરપંચશ્રી ડી. આર. સોલંકી, પર્વતસિંહ સોલંકી ઉર્ફે દાજી તેમજ ગામનાં અગ્રગણ્ય વડીલો નાગરિકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.






