DAHODGUJARAT

દાહોદના બાવકા ગામમાં આંગણવાડી કેન્દ્રો પર બાળકોના આરોગ્ય અને પોષણ સુધારવા માટે એક પહેલ

તા.૨૪.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના બાવકા ગામમાં આંગણવાડી કેન્દ્રો પર બાળકોના આરોગ્ય અને પોષણ સુધારવા માટે એક પહેલ

જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ બાળકોના આહાર માટે સ્ટીલની ડીશોની કરી ખરીઘી દાહોદ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં સુપોષિત અને પોષણ યુક્ત આહાર સુનિશ્ચિત કરવા માટે સરકારી માર્ગદર્શિકાઓ હેઠળ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.આ દિશામાં વધુ અસરકારક સેવા પૂરી પાડી શકાય તે માટે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આંગણવાડીમાં સવારના અને બપોરના પૂરક આહાર માટે ઉપયોગમાં લેવામાં આવતી સ્ટીલની ખાના વાળી ડીશો (થાળીઓ)ની ખરીદી કરવામાં આવી છે.આ ડીશો ઉપયોગી, હાઈજેનિક અને બાળકોના આરોગ્યને અનુકૂળ હોય તે રીતે પસંદ કરવામાં આવી છે. આથી બાળકોને વધુ સુવ્યવસ્થિત અને સ્વચ્છ પરિસ્થિતિમાં આહાર મળે અને તેમના પોષણ સ્તરમાં સુધારો થાય તે હેતુ છે. બાળકો ઘરેથી પ્લાસ્ટિકના ડબ્બા કેન્દ્રમાં પૂરક આહાર માટે લાવે છે. આ નાસ્તો અમુક બાળકો ઘરે લઈ જતા હોય છે. જેના કારણે બાળકોને સ્થળ ઉપર જેટલું પોષણ મળવું જોઈએ તેટલું મળતું નથી જેના કારણે કુપોષણનું પ્રમાણ વધતું જાય છે. આ કુપોષણને અટકાવવાના હેતુથી ત્રણથી છ વર્ષના નાના નાના ભૂલકાઓ ને આંગણવાડી કેન્દ્ર પર પૂરક આહાર ભરપેટ જમી શકે તથા ઘરે લઈ જઈ ન શકે અને આંગણવાડી કેન્દ્ર ઉપર જ જમી શકે તે માટે દાહોદ ઘટક ૧ ના બાવકા સેજાના બાવકા ગામમાં ૧૪ કાર્યકર બહેનો દ્વારા ડીશોની ખરીદી કરાઈ.આ પગલું પોષણ અભિયાન અને સુપોષિત ભારત મિશન અંતર્ગત એક મહત્વપૂર્ણ કામગીરી રૂપે ગણાય છે. આથી ઘટકના તમામ આંગણવાડી કેન્દ્રો પર આરોગ્ય અને પોષણ સુધારવા માટે આવા પ્રયત્નો સતત હાથ ધરવામાં આવશે

Back to top button
error: Content is protected !!