ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે ગાંધીનગર સોસાયટીમાં રહેતા સાકીર ભાઈ મન્સૂરી ના ૭ વર્ષના મહંમદ અર્શ એ પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખૂદા ની બંદગી કરી હતી.
અત્યારે મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો હોય મુસ્લિમ સમાજના લોકો ખુદાની ઈબાદતમાં મસ્ગુલ થઈ ગયા છે ત્યારે મોટા લોકો સાથે સાથે નાના નાના ભૂલ્કાઓ પણ અત્યારના સખત ગરમીના વાતાવરણમાં ભૂખ તરસ સહન કરી રોજા રાખી ખુદાની ઈબાદત કરી રહ્યા છે.
ત્યારે સાધલી ના ૭ વર્ષના મહંમદ અર્શ એ પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખૂદા ની બંદગી કરીને નાની ઉંમરે રોઝો રાખી રોઝો ખોલતા સમએ સમગ્ર ભારત દેશ માં અમન.શાંતિ અને ભાઈચારા સાથે લોકો હળી મળીને રહે એવી દુઆ કરી હતી.