BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યા વિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

26 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલમાં આજે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌપ્રથમ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અધ્યક્ષ શ્રી નારાયણભાઈ જીવાભાઈ મકવાણા કિર્તીપુરા પાલનપુરના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.તેમણે તાજેતરમાં નવીન રૂમના બાંધકામના સહયોગ રૂપે 51101/- રૂપિયાનું દાન આપેલ. આ ઉપરાંત શ્રી અમૃતલાલ મધાભાઈ પરમાર લાલપરાવાસ રૂપિયા 102000/-,શ્રી ખોડીદાસ ચૌહાણ કે જેમના પ્રેરક શ્રી કૈલાસબાબુ જેઠાલાલ વણસોલા રૂપિયા 100000/-(એક લાખ), શ્રી કાંતિલાલ વાલાભાઈ પરમાર વણસોલ રૂપિયા 51000/-, શ્રી દિનેશકુમાર મનજીભાઈ પરમાર નાગવાણીયાવાસ પાલનપુર રૂપિયા 51000/-તાજેતરમાં દાન આપેલ જેમનું કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકીએ કેળવણી મંડળ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. તથા તેમનું શાલ ઓઢાડીને મંડળના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ બાલમંદિર થી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતી ગરબા, પિરામિડ,દેશભક્તિ ગીત આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા. કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ અને સમાજના અન્ય મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહન કરવા દાનભેટ આપેલ.અધ્યક્ષશ્રી નારાયણભાઈ જીવાભાઇ મકવાણા રૂપિયા 5100/-અને શ્રી દિનેશભાઈ કાળુભાઈ પરમાર વણસોલ રૂપિયા 1100/- ધોરણ 10 ના વિદ્યાર્થીઓ બોર્ડનું પરિણામ સારું લાવે તે માટે પરીક્ષાલક્ષી ઝેરોક્ષ મટીરીયલ માટે દાન આપ્યું.પ્રમુખશ્રી બાબુભાઈ પાનાભાઈ સોલંકી, શ્રીમહેન્દ્રકુમાર પાનાભાઈ સોલંકી મજાદર, શ્રી કાંતિભાઈ વાલાભાઈ પરમાર વણસોલ, શ્રી દિનેશકુમાર મનજીભાઈ પરમાર નાગવાણીયાવાસ પાલનપુર તરફથી આવનાર માર્ચ-2025 ની ધોરણ 10 ની જાહેર પરીક્ષામાં પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક,અને તૃતીય ક્રમાંક લાવનાર વિદ્યાર્થીને અનુક્રમે 1000/- રૂપિયા,750/-રૂપિયા અને 500/-રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ તુલસીભાઈ પરમાર,શ્રી હિરાભાઈ એમ પરમાર, મહામંત્રીશ્રી હરીભાઈ એન સોલંકી,મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.સી.ઈલાસરીયા,ઓડીટર અને સમાજના મહામંત્રી શ્રી નરસિંહભાઈ ડી વણસોલા,કારોબારી સદસ્યશ્રી પી.કે.ડાભી ,શ્રી ગલબાભાઈ ડી પરમાર, શ્રી ગમનભાઈ બેચરભાઈ પરમાર, શ્રી હસમુખભાઈ પી સોલંકીએ વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી. ઉપપ્રમુખ શ્રી હીરાભાઈ એમ પરમાર તરફથી સમગ્ર સંકુલના શિક્ષક ગણ તથા બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માધ્યમિક વિભાગના ઈન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશભાઈ પરમાર અને પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણાએ કર્યું હતું.આજ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈ પરમારએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!