BANASKANTHAGUJARATPALANPUR

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રબારણમાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ ધોરણ 12ના સુથાર પાર્થનો ભવ્ય વિજય

23 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રબારણમાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ: ધોરણ 12ના સુથાર પાર્થનો ભવ્ય વિજય રબારણ ગામમાં આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. શાળાના વિદ્યાર્થીઓએ લોકશાહી પ્રક્રિયાનો અનુભવ કર્યો હતો અને ઉત્સાહભેર પોતાના પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.આ ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા યોજવામાં આવી હતી, જેથી પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ જળવાઈ રહી. સવારથી જ વિદ્યાર્થીઓમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળતો હતો. વિવિધ ઉમેદવારોએ પોતાની તરફેણમાં પ્રચાર કર્યો હતો અને શાળાના વિકાસ માટેના પોતાના વિઝન રજૂ કર્યા હતા.મતગણતરીના અંતે, ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુથાર પાર્થ 65 મતોની જંગી સરસાઈથી વિજેતા બન્યો હતો. પાર્થના વિજયથી તેના સમર્થકો અને શાળા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. શાળાના આચાર્યશ્રી ડો.ગજેન્દ્રસિહ વાઘેલા અને શિક્ષકશ્રીઓએ વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા. અને શાળા પંચાયતને વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયા વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો અને નેતૃત્વના ગુણો વિકસાવવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!