BHARUCHGUJARAT

અંકલેશ્વર GIDC અને પનોલીમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી કરવાની માગ: સંદીપ માંગરોલા

GPCCના મહામંત્રી દ્વારા તાત્કાલિક તપાસની માંગ

 

 

 

 

બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ

તા.૨૪/૧૦/૨૦૨૪

 

ગુજરાતના અંકલેશ્વર અને પનોલીના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટાપાયે ડ્રગ્સના જથ્થાની પકડાવાની વાત ધ્યાને લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC)ના મહામંત્રી સંદીપ માંગરોલાએ સરકારને કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક માગ કરી છે. છેલ્લા એક મહિનામાં, માત્ર અંકલેશ્વરમાંથી રૂ. 10,000 કરોડના ડ્રગ્સ પકડાયા છે, જેમાં સૌથી તાજેતરમાં રૂ. 250 કરોડનો જથ્થો ઝડપાયો છે.

 

માંગરોલાએ જણાવ્યું કે, “આ ઘટનાઓ માત્ર કાયદાના પાલનમાં ખામી નથી દર્શાવતી, પણ કેટલીક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાઈ રહ્યું છે. અંકલેશ્વર અને પાનોલીની ઔદ્યોગિક વિસ્તારોમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના લીધે રાજ્યના યુવાનોને ગંભીર જોખમો છે.”

 

આમ આ અતીસવેદનશીલ બાબતે માંગરોલાએ તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે:

 

1. કેન્દ્ર સ્તરની તપાસ શરૂ કરી, અંકલેશ્વર અને પનોલીમાં ડ્રગ્સ રેકેટના મુખ્ય સુત્રધારોને ઝડપી પાડવું.

2. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં સંલિપ્તતા તપાસવી, અને આ ઉદ્યોગોમાં કડક નિયમન અને દેખરેખ સુનિશ્ચિત કરવી.

3. ગુજરાતના ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા માટે જવાબદારી નક્કી કરી, સંબંધિત અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવી.

 

માંગરોલાએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી માટે પીએમઓ અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આ મુદ્દો સંસદમાં ઉઠાવવા અને કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા વિનંતી કરી છે.

Back to top button
error: Content is protected !!