DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ શહેરી અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૦૧ ગારખાયા ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

તા.૦૧.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 
દાહોદ, તા. ૧ જુલાઈ : ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત દાહોદ શહેરના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૦૧ ગારખાયા ખાતે વિશેષ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ નગરપાલિકાના પ્રમુખ, દંડક, કારોબારી અધ્યક્ષ, કાઉન્સિલર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય કેન્દ્રના પરિસરમાં સ્વચ્છતાનો સંદેશ આપતા સ્વચ્છતા કામગીરીમાં સહભાગી બની જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો



