GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના યુવા પ્રમુખ તરીકે સંજયસિંહ રાઠોડ ની નિમણૂક કરાઈ

 

તારીખ ૨૭/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત રાજયમાં પાછલા કેટલાક વર્ષોથી કોંગ્રેસ સત્તા વિહોણી રહી છે તેમાંય કાલોલ ૧૨૭ વિધાનસભામાં છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસની કફોડી હાલત છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે.ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નવી નિમણૂકોમાં યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેમાં ગતરોજ કાલોલ તાલુકાના દેલોલ ગામના વતની સંજયસિંહ ગોવિંદસિંહ રાઠોડ કે જેઓ ગત ૨૦૨૦-૨૧માં કાલોલ તાલુકા પંચાયતની ચુંટણીમાં દેલોલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં તેઓ ભાજપ ના ઉમેદવાર સામે હાર થઇ હતી જો કે તેઓની કાલોલ તાલુકા કોંગ્રેસ યુવા પ્રમુખ તરીકે નિમણૂક થતાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત કાર્યકરો અને સમર્થકોએ શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!