વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ કન્ટેનર યુટર્ન વળાંકમાં સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને થંભી જઈ ખીણમાં ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી..
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં પુના તરફથી માલસામાનનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલ કન્ટેનર ન.જી.જે.06.ક્યુ.ઝેડ.7815 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ કન્ટેનર માર્ગની સાઈડમાં આવેલ કોન્ક્રીટ દીવાલ ઉપર ચડી જઈ થંભી જઈ ઊંડી ખીણમાં ખાબકતા બચી જતા ઘટના સ્થળે મોટી દુર્ઘટના ટળી હતી.આ અકસ્માતનાં બનાવમાં કન્ટેનરનાં ચેસીસનાં ભાગે જંગી નુકસાન થયુ હતુ..