સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કક્ષાએ વૃક્ષારોપણ દિવસની ઉજવણી

તા.05/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

મનપાના પદાધિકારીઓ અને કોર્પોરેટરઓ પોતપોતાના વોર્ડમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી, 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાએ પણ વૃક્ષારોપણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નવનિયુક્ત મેયર રાકેશભાઈ રાઠોડ ઉમિયા ટાઉનશીપ, નવા 80 ફૂટ રોડ ખાતે, ડેપ્યૂટી મેયર સ્મિતાબેન રાવલએ વઢવાણ ખાતે સ્થિત રાણકદેવી મંદીર ખાતે, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નીખીલભાઈ ચાંપાનેરીએ જોરાવરનગર ખાતે સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તથા શાસક પક્ષના નેતા પિન્ટુંબેન અસાણીયા તથા દંડક સ્વાતિબેન માંડલીયા સહિત મહાનગરપાલિકાના કોર્પોરેટરઓએ પોતપોતાના વોર્ડમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટીક ફ્રી ગુજરાત થીમ આધારીત તમામ વોર્ડમાં સફાઈ અભિયાનની શરુઆત પણ કરવામાં આવી હતી જેમાં મહાનગર પાલિકાના તમામ વોર્ડમાં સેનેટરી ઈન્સ્પેક્ટર તથા સંબંધિત અધિકારીઓએ કચરાના નિકાલ કરવા માટે હવે 2 બિનના બદલે 4 ડસ્ટબિન ફરજિયાત રાખવા અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા જે અંતર્ગત હવેથી કચરાની ગાડીમાં 4 પ્રકારે વર્ગીકરણ કરીને કચરો લેવા અંગેના નિયમનું અમલીકરણ કરવામાં આવશે જે અન્વયે
લીલા કલરના ડસ્ટબિનમાં કીચન વેસ્ટ, ફૂડ વેસ્ટ, વેજીટેબલ, ખાદ્યપદાર્થો તથા અન્ય બાયોડ્રિગ્રેડેબલ વેસ્ટ જેવો ભીનો કચરો નાખવાનો રહેશે વાદળી કલના ડસ્ટબિનમાં પ્લાસ્ટિક, પેપર, રબર, વુડ, મેટલ (ભીનો, સેનેટરી અને સ્પેશીયલ કેર સિવાયનો એવો કચરો જે રીસાયકલ કરી શકાય તેવો તથા રીસાયકલ નકરી શકાય તેવો કચરો)જેવો સુકો કચરો નાખી શકાશે લાલ કલરના ડસ્ટબિનમાં વેસ્ટ બેટરી, પેન્સિલ સેલ, બલ્બ, ટ્યુબલાઈટ, રિસાયકલ એક્ષ્પાયર મેડીસિન, જંતુનાશક દવાના ડબ્બા, તુટેલા મરક્યુરી થર્મોમીટર, વપરાયેલા શીરીજ નીડલ, કલરના ડબ્બા, ઈલેક્ટ્રોનીક વેસ્ટ, અન્ય (CPCB દ્વારા સમયાંતરે લાગુ કરેલ અન્ય વેસ્ટ) સ્પેશ્યલ કેર વેસ્ટ કચરો નાખવાનો રહેશે.
પીળા કલરના ડસ્ટબિનમાં ઉપયોગ કરેલા ડાયપર, સેનેટરી નેપકીન/ટોવેલ, સેન્ટરી વેસ્ટ, ટેમ્પોન્સ, કોન્ડોમ, બેન્ડેઝ સહિતનો સેનેટરી વેસ્ટ નાખવાનો રહેશે તે અંગે સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ, નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતાશ્રી અને દંડક તથા ફોરેસ્ટ વિભાગના ડી.સી.એફ. વિભાબેન સહિતનાએ એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી અને સ્વચ્છ ગુજરાત, પ્લાસ્કિટ ફ્રિ ગુજરાતની થીમ અંતર્ગત 4 ડસ્ટબિન વિશે માહિતી મેળવી હતી.



