BANASKANTHAGUJARATKANKREJ

 થરામા થરા શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક મળી…

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે પેથાભાઈ પટેલના ફામ હાઉસે થરા શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી

થરામા થરા શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક મળી…

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે પેથાભાઈ પટેલના ફામ હાઉસે થરા શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.પ્રમુખ વદનજી ઠાકોરે શાબ્દિકશબ્દો દ્વારા દરેકને આવકારી દરેક હોદેદારોનું ખેસ પહેરાવી સન્માન કર્યું હતું.આગામી સમયમાં આવનારી થરા નગર પાલિકા ની ચુંટણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી ખભે ખભો મિલાવી દરેક કાર્યકરોએ મહેનત કરવા સહીત અનેક ચર્ચાઓ કરાઈ હતી.થરા શહેરમાં નવ નિયુક્ત વિવિધ ફ્રન્ટલ સેલ જેમાં કિસાન સેલના પ્રમુખ ચિરાગભાઈ ચૌધરી, અનુ સૂચિત જાતિ સેલના પ્રમુખ અરવિંદકુમાર મકવાણા, લઘુમતી સેના પ્રમુખ જમાલખાન ઘોરી,થરા શહેર વોર્ડ ૧ ના પ્રમુખ વિપુલભાઈ પ્રજાપતિ,૨ ના ભેમાભાઈ બુકોલીયા, ૪ ના પિન્ટુજી ઠાકોર, ૫ ના મુકેશજી ઘાંઘોસ,૬ ના વિજયજી ઘાંઘોસ સહીત આગેવાનોનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે કોર્પોરેટર રાકેશભાઈ શાહ,જૈન શ્રેષ્ઠિ નવીનભાઈ શાહ, મોહ્યુદીનભાઈ મોરવાડીયા,જોઈતાભાઈ પ્રજાપતિ,હાજાભાઈ પરમાર, ગેનાજી તેરવાડીયા,ભવાનજી ઠાકોર, કામલખાનં બલોચ, વિરમભાઈ ચૌધરી,હીરાભાઈ દરજી,ઈકબાલ મેમણ, રમેશભાઈ મહેમદાવાદીયા સહીત સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!