GUJARATKUTCHMANDAVI

સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણાનો ગુજકોસ્ટ-કચ્છના સહયોગથી રિજીઓનલ સાયન્સ સેન્ટર-રાજકોટનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

જ્ઞાન વિજ્ઞાનને ઉજાગર કરતા આ વિશેષ પ્રવાસમાં વિધાર્થીઓએ આશ્ચર્ય સહ આનંદની લાગણીઓ અનુભવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૦૭ ડિસેમ્બર : શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલ, નિરોણાના વિધાર્થીઓ માટે ગુજકોસ્ટ-કચ્છના સહયોગથી રિજીઓનલ સાયન્સ સેન્ટર- રાજકોટ ખાતેનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો. જ્ઞાન વિજ્ઞાનને ઉજાગર કરતા આ વિશેષ પ્રવાસનુ આયોજન શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ ચૌધરી સાહેબ તેમજ ગુજકોસ્ટ- કચ્છના કો-ઓર્ડીનેટર પ્રવીણભાઈ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો. જેમાં ધો. ૯ થી ૧૨ ના ૪૬ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો અને તેમની સાથે શાળાના ૩ શિક્ષકો પણ જોડાયેલ હતા. વિજ્ઞાન કેન્દ્રમાં વિધાર્થીઓએ રોજબરોજના જીવનમાં ઉપયોગી યંત્રો ક્યા સિદ્ધાંત પર કામ કરે છે, અલગ-અલગ રીતે ઉપયોગી રોબર્ટસ સહીત અનેક ગેલેરીઓની મુલાકાત લઇ ગમ્મત સાથે જ્ઞાન મેળવેલ હતુ. રિજીઓનલ સાયન્સ સેન્ટર- રાજકોટનો આ પ્રવાસ વિધાર્થીઓ માટે જ્ઞાન વર્ધક, વૈજ્ઞાનિક ચિંતન તેમજ અભિગમને કેળવનારો અને વિશ્વને વધુ સારી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજનારો પૂરવાર થયેલ હતો. પ્રકૃતિના રહસ્યો અને જ્ઞાન-વિજ્ઞાનના અદ્ભુત ચમત્કારોથી પ્રેરણા લઇ વિધાર્થીઓએ વિસ્મય સહ આનંદની લાગણીઓ અનુભવેલ હતી. વિધાર્થીઓની જિજ્ઞાસાવૃતિને સંતોષતી તેમજ સુખદ અને સુરક્ષિત એક દિવસીય વિજ્ઞાન યાત્રાને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો કિશનભાઇ પટેલ, રમેશભાઇ ડાભી તેમજ ભૂમિબેન વોરાએ ખાસ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!