DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા ખાતે આવતીકાલે સવારે ૭ કલાકે સરદાર @૧૫૦ યુનિટી માર્ચનું આયોજન

એકતા પદયાત્રાની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય

તા.19/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર


એકતા પદયાત્રાની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, ભારત રત્ન, લોખંડી પુરુષ અને આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલે ધ્રાંગધ્રા ખાતે સવારે ૦૭.૦૦ કલાકે યોજાનાર “સરદાર @૧૫૦ યુનિટી માર્ચ” માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે આ મેગા ઈવેન્ટના રૂટ અને વ્યવસ્થાપનનું નિરીક્ષણ આજે વહીવટી અધિકારીઓ અને આયોજન સમિતિના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો છે આ નિરીક્ષણ માટે ધ્રાંગધ્રાના ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્ય, મામલતદાર સહિત વહીવટી ટીમ જોડાઈ હતી આ સાથે જ એકતા પદયાત્રાના સંપૂર્ણ આયોજનની જવાબદારી સંભાળી રહેલા ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સહ-ઈન્ચાર્જ જીવણભાઈ ડાંગર અને રાજુભાઈ પટેલ, તેમજ ગ્રામ્ય મંડલ પ્રમુખ રીતુલભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમણે યાત્રાના પ્રારંભથી લઈને સમાપન સુધીની વ્યવસ્થાની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી નિરીક્ષણ ટીમે સૌપ્રથમ માર્ચના પ્રસ્થાન સ્થળ મોટા અંકેવાળીયા ગામની મુલાકાત લીધી હતી ત્યાર બાદ ટીમે માર્ચના સમાપન સ્થળ નારીચણા ગામની મુલાકાત લીધી હતી જ્યાં માર્ચના અંતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભાના સ્થળ, સ્ટેજની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને અન્ય આયોજનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નિરીક્ષણ બાદ, ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ગામમાં આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરીને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા અને આ યુનિટી માર્ચની સફળતા માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર આયોજન સરદાર પટેલના આદર્શોને સમર્પિત, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી બની રહે તે માટે તંત્ર અને સમિતિ કટિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!