ANANDANAND CITY / TALUKOGUJARATUMRETH

આણંદ – વિદ્યાનગરમાં ‘સરદાર પટેલ અંતરિક્ષ પાર્ક’ ઉભો કરાશે

આણંદ – વિદ્યાનગરમાં ‘સરદાર પટેલ અંતરિક્ષ પાર્ક’ ઉભો કરાશે

તાહિર મેમણ – આણંદ – 27/11/2024 – સરદાર પટેલ યુનવર્સિટી અને સેક ઈસરો દ્વારા ‘સરદાર પટેલ અંતરિક્ષ પાર્ક’ ઊભો કરવામાં આવશે. જે અંગેના એમઓયુ કરાયા હતા. આમ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે વિદ્યાર્થીઓને વિશેષ ભેટ આપવામાં આવશે.

આ અંગે વાત કરતા યુનિ.ના વાઈસ ચાન્સેલર પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ઈલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ પાસેના ત્રિકોણિયા બાગની જે જગ્યા છે ત્યાં આગામી સમયમાં એક રેપ્લિકા ટાઈપનો આ અંતરિક્ષ પાર્ક ઉભો કરાશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરો તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમવારે એમઓયુ કરવામાં આવ્યા હતા. જેમાં સેક ઈસરોના ડાયરેક્ટ નિલેશ દેસાઇ હાજર રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં કરાર પર સહી કરવામાં આવી હતી. ઈસરો દ્વારા નેશનલ સ્પેસ દિવસ નિમિત્તે અપાયેલો મંત્ર ટચિંગ લાઈવસ વ્હાઈલ ટચિંગ મુન અને સરદાર પટેલ યુનવર્સિટીના શિક્ષણ થકી ગ્રમોદ્ધાર ના મિશનને આના થકી સંયુક્ત રીતે અમલમાં મૂકાશે.

વાઈસ ચાન્સેલરે વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ગામડાના અને ગરીબ જે બાળકો છે તેઓ સાયન્સ સીટીની કે ઈસરોની મુલાકાત ન લઈ શકે. પણ અહીં એ જ રીતે સેન્ટર ઉભું કરાશે જેનાથી બાળકોમાં સ્પેસ સાયન્સ વિષે જિજ્ઞાસાવૃત્તિ સંતોષાશે. કોલેજ તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે સંશોધન અને ટ્રેનિંગની નવી તક ઊભી થશે અને નાગરિકોને સેટેલાઇટની અનેક ઉપયોગિતાની જાણકારી મળશે. પાર્કમાં સેટેલાઇટ અને રોકેટના મોડેલ, પેયલોડની સમજ આપતા વર્કિંગ એકઝીબીટ મૂકવામાં આવશે.

Back to top button
error: Content is protected !!