તા.૨૭.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના પરેલ ફીલેન્ડ ગંજ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્હવ-૨૦૨૫
દાહોદના પરેલ ફિલેન્ડ ગંજ વિસ્તામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે લીગલ ડીપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી પ્રકાશ મોદીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો
બાળકોના ઘડતરમાં શિક્ષકોની સાથે માતાપિતાનો પણ અગત્યનો ફાળો હોય છે.-સેક્રેટરી પ્રકાશ મોદી દાહોદના પરેલ ફિલેન્ડ ગંજ વિસ્તામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે લીગલ ડીપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી પ્રકાશ મોદીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળા પ્રવેશ માટે નવા આવેલ નાનકડાં ભૂલકાઓએ આંખો બંધ કરી બેઉ હાથ જોડી પોતાના પ્રવેશ માટે આભાર માનવાની સાથે આવનાર ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે પ્રભુપ્રાર્થના કરી હતી
આ કાર્યક્રમ અંતર્ગત બળ વાટિકાના તેમજ ધોરણ-૧ ના બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકામાં ૧૫ કુમાર અને ૧૬ કન્યા ઓ તેમજ ધોરણ-૧ માં ૦૫ કુમાર અને ૦૩ કન્યાઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો આ સમયે સી.ઇ.ટી., એન.એમ.એમ.એસ., ગણિત-વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ સહિત શાળામાં પ્રથમ ક્રમાંક લાવનાર અને ૧૦૦ ટકા હાજરી આપનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ લીગલ ડીપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી પ્રકાશ મોદીએ પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું હતું કે, શાળાના શિક્ષકો અને સરકાર તમામ પ્રકારે બાળકોના અભ્યાસ માટે સતત પ્રયત્ન શીલ રહે જ છે પણ સાથો સાથ માતાપિતાએ પણ સતર્ક અને જાગૃત બનીને પોતના બાળકોના અભ્યાસ તરફ પુરતું ધ્યાન આપે એ ખુબ જ જરૂરી છે, બાળકોના ઘડતરમાં શિક્ષકોની સાથે માતાપિતાનો પણ અગત્યનો ફાળો હોય છે. જેથી કરીને બાળક પોતાનું ભવિષ્ય સુધારી શકે છે કાર્યક્રમના અંતે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યાર બાદ શાળા પરિસરની મુલાકાત કરી જેમાં શાળાને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમ દરમ્યાન શાળાના આચાર્ય મહેશભાઈ પંચાલ સાહેબ,શાળાના શિક્ષકો,મરાઠી સેકન્ડરી સ્કૂલના આચાર્ય પી.એમ.રાઠોડ સાહેબ,તેમજ વડીલો, વાલીઓ, આગેવાનો સહિત શાળા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા



