GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં સરપંચ સન્માન કાર્યક્રમ સંપન્ન
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નવી ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચઓના સન્માનાર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક તથા વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પાટડી વિધાનસભાના માનનીય ધારાસભ્ય પી. કે. પરમાર વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ચૂંટાયેલા તમામ સરપંચઓ ઉપરાંત અપેક્ષિત કાર્યકર્તાઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી સૌએ નવા સરપંચઓને અભિનંદન આપતાં ભાજપની ગ્રામ્ય વિકાસ અને લોકસેવાના વિઝનને આગળ વધારવા માટે કટિબદ્ધ રહેવા અપીલ કરી હતી.