
કામરેજ, પ્રતિનિધિ: સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ની જૂથ નંબર-2ની ચૂંટણીને લઈને પરિવર્તન પેનલે ચૂંટણી પ્રચારને વધુ વેગ આપ્યો છે. પેનલના ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં મતદારોનો સંપર્ક કરી પોતાના વિચારો રજૂ કરી સમર્થન મેળવી રહ્યા છે.
પરિવર્તન પેનલ તરફથી સાયણ ઝોનના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ મંગુભાઈ પટેલ તથા અનુસૂચિત જાતિ-જનજાતિ બેઠકના ઉમેદવાર ગીરીશભાઈ ધીરુભાઈ સુરતી દ્વારા મતદારો સાથે મુલાકાતો યોજી પેનલને સમર્થન આપવા અપીલ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત કુરસદ ઝોનના માજી પ્રમુખ, વર્તમાન ડિરેક્ટર અને ઉમેદવાર ચેતનભાઈ નરોતમભાઈ પટેલના નેતૃત્વમાં પરિવર્તન પેનલના ઉમેદવારો સહકારી ક્ષેત્રમાં પારદર્શક વહીવટ, ખેડૂતોના હિતોનું રક્ષણ તથા વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવાના મુદ્દાઓ સાથે પ્રચાર કરી રહ્યા હોવાનું પેનલે જણાવ્યું છે.
પરિવર્તન પેનલે મતદારોને અપીલ કરી છે કે સહકારી સંસ્થાના વિકાસ અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ‘ત્રાજવા’ ચૂંટણી નિશાન પર મત આપી તથા અપાવી પરિવર્તન પેનલના તમામ ઉમેદવારોને વિજયી બનાવે.
પરિવર્તન પેનલના ઉમેદવારો:
સાયણ ઝોન: સિદ્ધાર્થભાઈ મંગુભાઈ પટેલ
અનુસૂચિત જાતિ-જનજાતિ બેઠક: ગીરીશભાઈ ધીરુભાઈ સુરતી
કુરસદ ઝોન: ચેતનભાઈ નરોતમભાઈ પટેલ
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત



