મેમણ સમાજ સેવા ટ્રસ્ટ આણંદ દ્વારા સ્કોલરશીપ ફોર્મ ભરવામાં આવ્યા
મેમણ સમાજ સેવા ટ્રસ્ટ આણંદ દ્વારા સ્કોલરશીપ ફોર્મ ભરવામાં આવ્યા.
તાહિર મેમણ – આણંદ – 29/06/2025 – તારીખ 29/06/2025 રવિવાર ના રોજ રેહમત હોસ્પિટલ.આણંદ મુકામે મેમણ સમાજ ના વિદ્યાર્થીઓ માં એજ્યુકેશન માં મદદ મળે તે હેતુ થી આણંદ મેમણ જમાત ના માર્ગદર્શન હેઠળ નાથાણી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને NEST ના સ્કોલરશીપ ના ફોર્મ ભરવામાં આવ્યા.જેમાં મોટી સંખ્યામાં આણંદ શહેર ના મેમણ વિદ્યાર્થીઓ એ લાભ લીધો.આ સેવા કાર્ય માં *આણંદ મેમણ જમાત ના પ્રમુખ અબ્દુલ રજ્જાક મેમણ(બંગડીવાળા),ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના જોનલ સેક્રેટરી જાવેદ ભાઈ મેમણ(રાખડી વાળા),જમાત ના જોઈન્ટ સેક્રેટરી સાજીદ ભાઈ મેમણ,AIMJF યુથ વિંગ આણંદ ના કન્વિનર મોઇનુદ્દીન નાથાણી(રાજા મેમણ)* હાજરી આપી.આ કાર્ય નિમિતે *મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના ચેરમેન ઈલિયાસ ભાઈ મેમણ અને વાઇસ ચેરમેન તુફેલ મેમણ* દ્વારા વિદ્યાર્થી અને તેમના વાલી મિત્રો ને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.આ પ્રોગ્રામ ને મદદ કરવા હેતુ *રેહમત હોસ્પિટલ ની ટીમ* નો ખુબ ખુબ આભાર.આ સેવા કાર્ય નું *મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના ચેરમેન ઈલિયાસ ભાઈ મેમણ,વાઇસ ચેરમેન તુફેલ મેમણ,AIMJF યુથ વિંગ ના કન્વિનર મોઇનુદ્દીન નાથાણી(રાજા મેમણ),અને જો.સેક્રેટરી આસિફ મેમણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.