ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લા ના શિનોર તાલુકાના સાધલી
પી એમ શ્રી સાધલી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો.
કાર્યક્રમ માં શાળામાં બાલવાટિકા અને ધો.૧માં નવા દાખલ થનાર બાળકોને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ કાર્યક્રમ કાર્યક્રમ અંતર્ગત બાળકો ને પ્રોત્સાહન આપી શાળા માં પ્રવેશ અપાયો.
આ કાર્યક્રમ માં નાયબ B,R,C ભવનના લાયઝન અધિકારી શ્રી મુકેશ પંચોલી. પશુ પાલક ઇજનેર શ્રી . સાધલી ગ્રામ પંચાયતના મહિલા મનીષા બેન પટેલ.ઉપ સરપંચ,સંકેત ભાઈ પટેલ.સહકારી આગેવાન મુકેશ બિરલા .ભૂપેન્દ્ર ગોહિલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પી એમ શ્રી સાધલી પ્રાથમિક શાળા ના આચાર્ય અશોક ભાઈ પ્રજાપતિ ના કાર્યકાળ માં સરકાર શ્રી દ્વારા આ શાળા ને અનેક વાર એવોર્ડ આપવામાં આવ્યા છે.
જેમાં શિનોર તાલુકા ભાજપ પ્રમુખ અને સાધલી ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ સંકેત ભાઈ પટેલ તરફ થી સ્કૂલ બેગ આપવામાં આવી હતી તેમજ સહકારી આગેવાન મુકેશ ભાઈ બિરલા તરફ થી નોટ બુક નું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ બાદ મહેમાનોના હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું તેમજ પશુ પક્ષીઓ માટેના ચબુતરા નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.