GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ પ્રોહી મુદ્દામાલ નાશ કરવા માટે કન્ટેનર મા મામલતદાર ની દેખરેખ હેઠળ સીલ કરાયો.

તારીખ ૩૦/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ડિસેમ્બર ૨૪ થી મે ૨૫ સુધી ના સમયગાળા દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ પ્રોહી મુદામાલ અંદાજે ૧૯૬૯૨ બોટલ જેની કિંમત રૂ ૩૨ લાખ જેટલી હોય આ મુદામાલ હાલોલ વિભાગના ડીવાયએસપી વી જે રાઠોડ ની નિગરાની માં કાલોલ પોલીસ મથકે કન્ટેનર મા ભરવામાં આવ્યો હતો. કન્ટેનર મા ભરવામાં આવેલ પ્રોહી મુદામાલ ને કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ની દેખરેખ હેઠળ સીલ કરવામાં આવ્યો હતો અને બીજે દિવસે સવારે નિયત કરેલ સ્થળ ઉપર આ મુદામાલ ના નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે.






