Rajkot: રાજકોટમાં ૧૯-૨૦ જૂને સિનિયર સિટિઝન માટે સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાશે
તા.૧૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જુની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સવારે નવથી સાંજે પાંચ સુધી કેમ્પનો લાભ લઈ શકાશે
Rajkot: કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળની ‘વયોશ્રી’ યોજના અંતર્ગત, રાજકોટમાં સિનિયર સિટિઝનોને વિનામુલ્યે વિવિધ સાધનો આપવા બે દિવસ ‘સાધન સહાય મુલ્યાંકન કેમ્પ’નું આયોજન કરાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં તા. ૧૯ તથા ૨૦ જૂનના રોજ, જુનિ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ખાતે સવારે નવથી સાંજે પાંચ સુધીમાં આ કેમ્પ યોજાશે.
જેમાં સિનિયર સિટિઝનોને વિનામુલ્યે વોકિંગ સ્ટીક, કાંખઘોડી, ટ્રાઇપોડ, વોકર, હિયરિંગ એઈડ મશીન, ફોલ્ડીંગ વ્હીલચેર, આર્ટિફિશિયલ દાંત (ચોખઠા), સ્પાઇનલ સપોર્ટ, રોલેટર વગેરે સાધનોની જરૂરિયાતનું મુલ્યાંકન એલિમ્કો કંપની દ્વારા કરવામાં આવશે. આ કેમ્પમાં સિનિયર સિટિઝનોને પી.એમ. જે.એ.વાય. કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. આ કેમ્પમાં આધારકાર્ડની નકલ, રૂ. ૧.૮૦ લાખની મર્યાદામાં કોર્પોરેટર અથવા મામલતદારશ્રીનો આવકનો દાખલો અથવા બી.પી.એલ. રેશનકાર્ડ (જો હોય તો) સાથે લાવવાના રહેશે. આ કેમ્પનો લાભ લેવા માટે ૬૦ વર્ષની ઉપરના સિનિયર સિટિઝનોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.