વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૬ માર્ચ : જન્મદિવસ ની શુભકામનાઓ એ પ્રેમ, આદર અને ખુશી વ્યક્ત કરવાનો અદભુત રસ્તો છે. તે દર્શાવે છે કે સૌ ખાસ દિવસને યાદ કરે છે. સફળતા – સ્વાસ્થ્ય દીર્ઘાયુ માટે, ઉષ્માપુર્ણ, ગતિશીલ અને વિકાશીલ થવાની અભ્યર્થના સાથે સ્નેહી – શુબહચ્છકો માટે સેવકાર્ય માધ્યમ બને છે. જનહિત ના દરેક પ્રશ્નો ને વાચા આપતા યુવા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા લોક હૃદયમાં અને સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહિલા, બાળકો, દર્દીઓ, છાત્રો અને આફતગ્રસ્તો માટે પળો પળ પ્રવૃત રહે છે. તા.૦૬/૦૩/૨૦૨૫ ગૂરૂવાર સવારે પોતાના ૪૭માં જન્મદિને શ્રી ભુતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમના જન્મદિન નિમિતે શ્રી ભુતનાથ મહાદેવ મંદિરે ખારી નદી ભુજ ખાતે આયોજીત રુદ્રાભિષેક અને દર્શન નો લાભ લીધો હતો.કચ્છમાં વિવિધ સ્થાનોએ તેમના શુભેચ્છકો અને મિત્રવૃંદ અને સંસ્થાનો તરફ થી સાંસદશ્રી ના જન્મદિન નિમિતે સેવાકાર્યમાં જોડાયા હતા. તેમના સુસ્વાસ્થય, દીર્ઘાયુ અને ઉતરોતર પ્રગતિ માટે રતનપર (ખડીર)યુવા ગ્રુપ દ્વારા રતનપર પ્રાથમિક શાળાના વિધાર્થીઓ ને શિક્ષણ કીટ અને લંચબોક્ષ વિતરણ, અંજાર તાલુકાનાં ભીમાસર ગામે આંગણવાડી મધ્યે બાળકોને સુપોષણ કીટ, લંચબોક્ષ અને પાણીના બોટલ વિતરણ, કચ્છ જીલ્લા ભાજપા યુવા મોરચા દ્વારા રાપર ખાતે બાળકોને નાસ્તાની કીટ વિતરણ, મુન્દ્રા તાલુકા ભાજપા તરફ થી દેશલપર (કંઠી) ગામે વિધાર્થીઓ ને શિક્ષણ કીટ વિતરણ મુન્દ્રા તાલુકા ભાજપા દ્વારા દીકરીઓ ને ભોજન, મોટી ભુજપુર પાંજરાપોળ ખાતે જીવદયા ના કાર્ય, ગાંધીધામ કચ્છ જીલ્લા યુવા મોરચા દ્વારા મનોદિવ્યાંગ બાળકોની શાળા “હરી આસરા” સૌ બાળકો સાથે જન્મદિન ઉજવણી, શ્રી મહાત્મા ગાંધી આશ્રમ શાળા મંગવાણા મધ્યે અક્ષરસાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બટુક ભોજન કરવવામાં આવ્યું હતું.ભાજપા યુવા મોરચા દ્વારા સરકારી ચિલ્ડ્રનહોમ ફોર બોયસ, નાગરીક સોસાયટી જરૂરિયાત મંદોને વસ્ત્રોનું વિતરણ, ભાજપા અનુ.જાતિ મોરચા દ્વારા રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે ભોજન તથા ચાદર વિતરણ, ભુજ શાળા નં.૨૦ ગણેશનગર પ્રાથમિક શાળા વોર્ડ નં.૮ મધ્યે વિધાર્થીઓ ને શિક્ષણ કીટ, રિલાયન્સ સર્કલ થી જીલ્લા ઉધોગ કેન્દ્ર રોડ પર ભુજ નગરપાલિકા તથા સદભાવના સંસ્થા તરફ થી વૃક્ષારોપણ, અશ્વમેઘ સોસાયટી પાસે, મંગલમ ચાર રસ્તા વોર્ડ નંબર ૭ મધ્યે વરસાદી નાળાનું ખાતમુહૂર્ત તથા ડસ્ટબીન વિતરણ, જબલેશ્વર મહાદેવ મંદિર ભુજ વોર્ડ નં.૪ મધ્યે રાશનકીટ વિતરણ, તથા મહા આરતી નું આયોજન થયેલ, રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન દ્વારા જીવ દયાનું કાર્ય તથા ગાયોને નીરણ ૧૦૦ મણ લીલો ચારો આપવામાં આવેલ.લખપત તાલુકાનાં દયાપર ખાતે અનુ.જાતિ મોરચા દ્વારા વિધાર્થીઓ ને નાસ્તો કરવવામાં આવેલ, ભુજ વોર્ડ નંબર ૩ માં કિરણભાઇ ગોરી, ધાલાભાઇ દ્વારા રાશનકીટ તથા બાળકોને ચોકલેટ વિતરણ, શ્રી મેઘવંશી ગુર્જર યુવા મંડળ ટ્રસ્ટ દ્વારા જીવન જ્યોત બ્લડ બેન્ક મધ્યે બ્લડ ડોનેશન કેમ્પ, ગ્લોરી ગ્રુપ દ્વારા મોટાપીર ચાર રસ્તા મધ્યે વૃક્ષા રોપણ ગડા પ માધાપર વિકલાંગ શાળા મધ્યે ૧૫૦ દીકરીઓ ને ભોજન તેમજ કેક કટીંગ કરી ઉજવણી. શાંતિનિકેતન શાળા મધ્યે બાળકોને ભોજન તથા કોલી સમાજ ના સ્કુલ ના બાળકોને દિનેશભાઇ ઠક્કર ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ, ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્સર ના દર્દીઓને કીટ વિતરણ, માંડવી તાલુકાનાં મસ્કા ગામે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન / એંન્કર વાળા જનરલ હોસ્પિટલ માં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.



