MORBI:મોરબીની જનતા ક્યાં સુધી સહન કરશે? ગંદકી અને ગટરના પાણીનો ત્રાસ! કમિશનરને રજૂઆત છતાં પરિણામ ‘શૂન્ય’

MORBI:મોરબીની જનતા ક્યાં સુધી સહન કરશે? ગંદકી અને ગટરના પાણીનો ત્રાસ! કમિશનરને રજૂઆત છતાં પરિણામ ‘શૂન્ય’
મોરબીના રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણીના નિકાલ અને તેના ગેરકાયદેસર ઉપયોગને કારણે સ્થાનિક રહીસો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સોસાયટીની બાજુમાં આવેલી જમીનમાં ખેતી માટે ખુલ્લેઆમ ગટરના પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
શિવ વિલા સોસાયટીના રહીશોએ નગરપાલિકા કમિશનરને લેખિતમાં જાણ કરવા છતાં હજુ સુધી કોઈ પણ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ગંદકી અને દુર્ગંધથી રહીસો પરેશાન
સ્થાનિક રહીસોના જણાવ્યા અનુસાર, સોસાયટીની અડીને આવેલી જમીનના ધારક (નિલેશભાઈ) દ્વારા પાકને પાવા માટે ગટરના ગંદા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગંદા પાણીને કારણે આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. જેના કારણે રહીસોને પોતાના ઘરના બારી-દરવાજા બંધ રાખવાની નોબત આવી છે.રોગચાળાનો ભય ગટરનું પાણી ખુલ્લામાં છોડવાને કારણે વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકોએ ભય વ્યક્ત કર્યો છે કે જો આ પરિસ્થિતિ જલ્દી કાબૂમાં નહીં આવે, તો વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ફાટી નીકળશે. બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે.આ ગંભીર પ્રશ્ને લતાવાસીઓ દ્વારા મોરબી નગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી. “તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે પછી જ જાગશે?” તેવા સવાલો રહીસો ઉઠાવી રહ્યા છે.








