વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં વાસુર્ણા ખાતે આવેલ તેજસ્વિની સંસ્કૃતિ ધામમાં ગુડી પડવાથી લઈ ચૈત્ર નવરાત્રી,રામ નવમી તથા એકાદશી સુધી તપ,ભક્તિ અને સાધના દ્વારા આધ્યાત્મિક સનાતન ધર્મની ઉજવણી કરાઈ હતી.જેમાં જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા કતારગામ એકેડેમી એસોસિએશન સુરતનાં સહયોગથી તાજેતરમાં ‘મેગા સેવા પ્રોજેકટ’ યોજાયો હતો.
અહી તેજસ્વિની સંસ્કૃતિ ધામનાં આચાર્ય ડૉ કેતન દાદાનાં જણાવ્યા અનુસાર પરમ પૂજ્ય બ્રહ્મવાદીની હેતલ દીદી નવરાત્રિના નવ દિવસ દરમિયાન એકાંત અને મૌન સાધના કરે છે.જેમાં ફક્ત લીમડાનો રસ, લીંબુ, મધ અને પાણીનાં સહારાથી દીદી હર વરસે બચપનથી તપસ્યા કરી રહ્યા છે.દશેરાનાં દિવસે સંસ્થાપક પુ. હેતલ દીદી દ્વારા સેવાયજ્ઞ દરમિયાન અન્નદાન, વસ્ત્રદાન,વિદ્યાદાન,ગૌદાન ગૌરી પૂજન, પ્રકૃતિ પૂજન,કીડિયારું જેવા સપ્તરંગી કાર્યક્રમ પુરા સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવ્યા હતા.સાથે વાસુર્ણા ગામની સ્કૂલનાં વિદ્યાર્થીઓને કતારગામ પ્રાઇવેટ ક્લાસીસ એસોસિએશન દ્વારા 250 સ્કૂલ કીટનું વિતરણ કરાયુ છે.પૂ.હેતલ દીદીના સાન્નિધ્યમાં યોજાયેલા આ સેવાકાર્યમાં મુખ્ય મહેમાન તરીકે આચાર્ય ડૉ કેતન દાદા, અતુલભાઇ મહેતા, મનોજભાઈ શર્મા, દિનેશભાઈ ઘડિયા, મહેશભાઈ રાવલ, સંપતભાઈ સોની તથા તેમની સેવાકીય ટીમ ઉપસ્થિત રહ્યા હતા.અહી સેવાકીય પ્રોજેક્ટ દરમિયાન પુરા સપ્તાહમાં ધનસુખભાઈ,જયા લક્ષ્મીબેન, બંટી ભાઈ, કાનજીભાઈ,ગુર્જર સમાજ બીલીમોરાનાં રમણભાઈ પરમાર સહિતના સેવાભાવી સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..