DAHODFATEPURAGUJARAT

દાહોદના ફતેપુરામાં યુરિયા ખાતરની ભારે અછત: ખેડૂતોમાં ભારે નારાજગી અને ચિંતા!

તા.૦૮.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

​dahod:દાહોદના ફતેપુરામાં યુરિયા ખાતરની ભારે અછત: ખેડૂતોમાં ભારે નારાજગી અને ચિંતા!

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની હાલાકી વધી રહી છે. એન ટાણે જ ખાતર ન મળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.એગ્રી બિઝનેસ સેન્ટર (ફતેપુરા) ખાતે વહેલી સવારથી જ ખાતર લેવા માટે ખેડૂતોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.​ખેડૂતો ખેતીનું મહત્વનું કામકાજ છોડીને વહેલી સવારથી એગ્રો સેન્ટરો બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.​વાવણી અને જરૂરિયાતના સમયે જ પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે.​”ફતેપુરામાં તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી ખેતીના કામમાં વિલંબ ન થાય.”

Back to top button
error: Content is protected !!