સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકાના ચચાણા ગામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ ૩૩૨૮ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
તા.23/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનાં ચચાણા ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ચચાણા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં અરજદારોના જુદાજુદા ૩૩૨૮ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું જેમાં મોજીદડ, અચારડા, ખાંડીયા, છલાળા, બલાળા, સોનઠા, કંથારીયા, વનાળા, દરોદ, ચચાણા, ચમારડી સહીત કુલ ૧૧ જેટલા ગામનાં નાગરિકો લાભાન્વિત થયા હતા આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગને લગતી ૨૪૧૯ અરજી, મેડીસીન સારવાર ૨૪૮, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી સુધારા વધારા બાબતે ૭૩ અરજી, આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે ૪૫ અરજી, મિલકત આકારણીના ઉતારા માટે ૨૪૦ અરજી, આવકના દાખલા માટે ૨૧ અરજી, જન્મ-મરણ પ્રનાપત્ર માટે ૧૩૦, નામો યોજના માટે ૩૮, આવકના દાખલા માટે ૨૧, નવા વીજ જોડાણ માટે ૧૨ સહીત જુદી જુદી સેવાઓ અન્વયે કુલ ૩૩૨૮ અરજીઓ મળી હતી પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો તદુપરાંત અત્રે આયોજિત મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી ૭૬ જેટલા લોકોએ કરાવી હતી આમ, પ્રજાજનોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવા માટે સેવા સેતુ કાર્યક્રમ વન સ્ટોપ સોલ્યુશન બની ગયો છે રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે.