શક્તિ પીઠ અંબાજી ખાતે જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ. 5.31000 ના સોનાના કુંડળ ભેટમાં અર્પણ કર્યા
24 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શક્તિ પીઠ અંબાજી ખાતે જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ. 5.31000 ના સોનાના કુંડળ ભેટમાં અર્પણ કર્યા શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામ. એ માતાજીના શૃંગાર માટે રૂ.531000 કિંમતના શુદ્ધ સોનાના કુંડળ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ દ્વારા શ્રદ્ધાપૂર્વક દાનમાં અર્પણ કરવામાં આવ્યા છે. માતાજીની ભક્તિ અને સમર્પણ ભાવના સાથે જોડાયેલા જય ભોલે ગ્રુપ દ્વારા આ પૂર્વે સોનાની પાદુકા, ઘંટી, ચામર અને અજય બાણ જેવી અનેક ધાર્મિક વસ્તુઓ ભેટમાં અર્પણ કરવામાં આવી ચૂકી છે.આ ભેટ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની ઉપસ્થિતિમાં મંદિરમાં અર્પણ કરવામાં આવી હતી. જય ભોલે ગ્રુપના સેવાભાવી પ્રયત્નો અંબાજી ધામમાં ભક્તિ અને વૈભવનું ઉદ્દીપન કરે છે. ગુજરાતની ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક સમર્પણનું આ અદભૂત ઉદાહરણ છે. તસ્વીર- અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ