BHILODAGUJARAT

શામળાજી : એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, શામળાજી-1 ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 2025 માં 100 % પરિણામ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

શામળાજી : એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, શામળાજી-1 ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 2025 માં 100 % પરિણામ

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, શામળાજી-1 ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 2025 માં 100 % પરિણામ નોંધાવીને શૈક્ષણિક સિદ્ધિમાં નવો ઐતિહાસિક પડાવ પાર કર્યો છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ સફળતા મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ખાસ કરીને પાદરિયા મેહુલ ભરતભાઇએ 96.33 ટકા મેળવી શામળાજી સેન્ટરમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. તેમની આ સફળતા તમામ માટે પ્રેરણાસ્રોત છે. શાળાના આચાર્ય ભદ્રેશભાઈ સુથાર અને શિક્ષક મિત્રોએ, તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી કહ્યું કે આ સફળતા શિક્ષકોની નિષ્ઠા, વિદ્યાર્થીઓની કઠિન મહેનત અને માતા-પિતાના સહયોગથી શક્ય બની છે. શાળાની મેનેજમેન્ટ સમિતિ, શિક્ષકમંડળ અને કર્મચારીવર્ગ તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે.

Back to top button
error: Content is protected !!