
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત તા. 04/08/2026ના રોજ ખેરગામ તાલુકા કક્ષાની રમતોત્સવનું આયોજન પાટી હાઈસ્કૂલ, ફાટે ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જામનપાડા પ્રાથમિક શાળાના રમતવીર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું હતું. સ્પર્ધામાં અંડર-14 બહેનોની ખો-ખો ટીમે સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ અંડર-14 ભાઈઓની ખો-ખો ટીમે પણ તાલુકામાં પ્રથમ ક્રમ હાંસલ કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક સફળતા બદલ જામનપાડા પ્રાથમિક શાળાના શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી) તથા સમગ્ર શાળા પરિવારે તમામ રમતવીરોની મહેનત, શિસ્ત અને સમર્પણને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે માર્ગદર્શક શિક્ષક શ્રી સુરેશભાઈ બી. પટેલ, આચાર્યા શ્રીમતી ધનલક્ષ્મીબેન શુક્લ,શિક્ષક શ્રી અરુણભાઈ મેહુલભાઈ પટેલ રાજેશભાઈ પટેલ સમગ્ર શિક્ષક સ્ટાફ, ખેરગામ તાલુકાના ભાજપ પ્રમુખ 



