ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લા ના શિનોર નગરમાં સીધા ચાલતા એક વૃદ્ધ રાહદારીઓ ને આખલો નિશાન બનાવી પાછળ થી ભેટી મારી જાણે હવામા અધ્ધર ઊછાળી દીધા હતા. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
શિનોર માં રખડતા ઢોર, આખલા ને લઇ સમગ્ર શિનોર માં ફફળાટ ફેલાયો છે.સ્કૂલ એકલા જતા બાળકો માં પણ ભય નું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રખડતા આખલા એ રસ્તા પર ચાલતા વૃદ્ધ ને પાછળથી કેવીરીતે હવામાં ઉછાડીયા એ સમગ્ર ઘટના CCTV ફુટેઝ સામે આવ્યા છે.શિનોર ગ્રામ પંચાયત તંત્ર રખડતા ઢોર પર લગામ લગાવે જેવી સ્થાનિકો ની માંગ ઉઠવા પામી છે.જેથી ફરીવાર આવો કોઈ બનાવ બનવા ન પામે.
રખડતા ઢોર , આખલા રાહદારીઓ ને નિસાને બનાવતા કોઈ રાહદારી, વાહન ચાલક નો જીવ જાય તેની જવાબદારી કોની એ એક પ્રશ્ન છે.
સત્વરે રખડતા ઢોરો ને તંત્ર લગામ લગાવે નહીતો પછી કોક રાહદારી રખડતા ઢોર નો નિશાન બને ત્યારે મોડું થઈગયું હશે અને કોઈ રાહદારી કે બાળક નો જીવ જોખમાય એવું લાગી રહ્યું છે.