સાધલી ગામે મનન વિદ્યાલય ખાતે સ્વર્ગસ્થ કમલેશ કુમાર પંડ્યાની શ્રધ્ધાંજલી નિમિત્તે શ્રી અશ્વિન કુમાર પાઠકજીના સ્વ્યકંઠે સુંદરકાંડ યોજાયો
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલય સાધલી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ કમલેશ કુમાર પંડ્યા ની શ્રધ્ધાંજલી નિમિત્તે તારીખ 19 - 10 - 2024 ને શનિવાર ના દિવસે રાત્રી ના 8.30 કલાકે પૂજ્ય ગુરૂજી શ્રી અશ્વિન કુમારે પાઠકજીના સ્વ્યકંઠે સુંદરકાંડ ના પાઠનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વર્ગસ્થ કમલેશ કુમાર પંડ્યાજીને મનન વિદ્યાલય શાળા પરિવાર દ્વારા વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે મનન વિદ્યાલય શાળા ના આચાર્ય અમિષાબેન પંડ્યા,શાળાના શિક્ષકો,સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં હનુમાન ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.