BANASKANTHAGUJARAT

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે કુમકુમ પાર્ટી પ્લોટમાં તા.૨૮/૧૨/૨૦૨૫ ને રવિવાર ના રોજ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન થરા દ્વારા તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે કુમકુમ પાર્ટી પ્લોટમાં તા.૨૮/૧૨/૨૦૨૫ ને રવિવાર ના રોજ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન થરા દ્વારા તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ

.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે કુમકુમ પાર્ટી પ્લોટમાં તા.૨૮/૧૨/૨૦૨૫ ને રવિવાર ના રોજ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન થરા દ્વારા તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ ગણપતભાઈ ગાંડાભાઈના અધ્યક્ષ સ્થાને ઉદ્ધઘાટક શંકરભાઈ મગનભાઈ મુખ્ય મહેમાન ડૉ.ભગવાનભાઈ જિલ્લા શિક્ષણાધિકારી ગાંધીનગર,અતિથિ વિશેષ શ્રીમતી કે.કે.સરકારી કન્યા વિદ્યાલય પાટણના આચાર્ય ડૉ. દિનેશભાઈ પ્રજાપતિ,આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુરના મંત્રી પ્રહલાદભાઈ,મદદનીશ ઈજનેર (સિવિલ)સિંચાઈ વિભાગ રાધનપુરના કીર્તિભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ વાંસેસા,અક્ષરજ્ઞાન વિદ્યામંદિર તાણાના પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ,બરોડા બેંક થરાના ક્લાર્ક હિતેષભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો.ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી મંડળના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા તેમજ બળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.મહેમાનો તેમજ દાતાઓનું પુષ્પ ગુચ્છ આપીશાલ ઓઢાડી મંડળના ઉપપ્રમુખ ભરતભાઈ,મંત્રી વિમલભાઈ,પૂર્વ મંત્રી કિશોરભાઈ,શિક્ષણકન્વીનર ભાવાભાઈ,જયંતીભાઈ પ્રજાપતિ (શિક્ષક),નટુભાઈ શિક્ષક,સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ કિરીટભાઈ સહીત દરેક કાર્યકરો એ સન્માન કર્યું હતું.ઉપસ્થિત મહેમાઓએ પ્રાસંગિક પ્રવચન દ્વારા બાળકોને ભણાવવા ભાર મુક્યો હતો.દાતાઓ દ્વારા પ્રથમ ઈનામ સ્વ.જડીબેન કાંતિલાલ પરિવાર,સ્વ.કાંતાબેન દલસુખભાઈ પરિવાર, કોકિલાબેન કનુભાઈ,દ્વિતીય નર્મદાબેન કેશવલાલ, જશીબેન લક્ષમણભાઈ અસાલડી,તૃતીય સ્વ.ગીતાબેન મનુભાઈ પરિવાર, રાધાબેન ધરમશીભાઈ પરિવાર, હીરાબેન કરશનભાઈ,આશ્વાસન ઈનામ ગં.સ્વ.ગોદાવરીબેન દશરથભાઈ પરિવાર સહીત અનેક દાતાઓ દ્વારા ધોરણ ૧ થી ૧૨,કોલેજ તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક/જુનિયર ક્લાર્ક સચિવાલય/એચ.સી.પોસ્ટ મેન/હેલ્થ વર્કર/મહિલા લોક રક્ષક/કંડકટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહીત ૧૦૩ થી વધુ તેજસ્વી તારલાઓને દાતાઓ દ્વારા સન્માનપત્ર,ટ્રોફી,ચાંદીનો સિકો,ગોલ્ડ મેડલ,હેન્ડલ ફાઈલ, સિલ્વર મેડલ,થેલો,બ્રોન્ઝ મેડલ, ડબલ-સિંગલ બ્લેન્કેટ,ફાઈલ, પાણીની બોટલ,સિલ્ડ આપી સન્માનિત કર્યા હતા.ભોજન પ્રસાદ હર્ષાબેન ગણપતભાઈ સમેચા,મંડપ કનુભાઈ તથા મગનભાઈ,નાસ્તાના દાતા સ્વ. નાથાભાઈ કેવળભાઈ પરિવાર, પત્રિકા સ્વ.પાંચાભાઈ શંકરભાઈ પરિવાર,શાલ ગં.સ્વ.જશીબેન ભરતભાઈ,મિનરલ પાણીના આજીવન દાતા શારદાબેન ચમનભાઈ,ફુલહાર સ્વ. નટવરભાઈ હરિભાઈ, સાઉન્ડ નટુભાઈ કુબેરભાઈ,સંગીત સ્વ. સમુબેન મણિલાલ, બેનર સ્વ. શારદાબેન અંબારામભાઈ સહિત અનેક દાતાઓ દાન આપી સહભાગી થયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમે અથાગ મહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમ માં શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ,શ્રી આઠ પરગણા વઢીયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામના પ્રમુખ રમેશભાઈ, સહમંત્રી દિનેશભાઈ ગાંડાભાઈ અરજણસર,શ્રીવાંસા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાનજીભાઈ,શ્રી રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ પાંચાભાઈ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ, શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહ લગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ,શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ બચુભાઈ,કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ,થરા નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, નરોત્તમભાઈ પ્રજાપતિ પોલીસ સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહ્યો હતો.કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર પ્રહલાદભાઈ કે.પ્રજાપતિ માંડવી (હાલ-કડી),જ્યારે આભાર વિધિ ભાવાભાઈ પ્રજાપતિ એ કરી હતી.સાંજે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ થરા
મો.૯૯૭૮૫ ૨૧૫૩૦

 

Back to top button
error: Content is protected !!