વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરીયાળ વિસ્તારમા આવેલા પીપલદહાડ ગામમા શિક્ષણ વિભાગના નાયબ સચિવ સતિષકુમાર પરમારે શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભૂલકાઓ અને વિદ્યાર્થીઓનુ શિક્ષણ કીટ આપી શાળામા પ્રવેશ કરાવ્યો હતો.
નાયબ સચિવ સતીશકુમાર પરમાર દ્વારા આંગણવાડીમા ૫, બાલવાટીકા મા ૧૩, ધોરણ ૧ મા ૨, ધોરણ ૯ મા ૨૫૮ અને ધોરણ ૧૧ મા કુલ ૧૧૦ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળામા નામાંકન કરી માધ્યમિક શાળાના બાળકોને પણ પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાયબ સચિવ પરમારે જણાવ્યુ હતુ કે, દેશના બાળકો એ આવતી કાલનુ ભવિષ્ય છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા અભિગમ સાથે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ શાળામા નિયમિત દરરોજ આવવાનો રસ દાખવે એ હેતુથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પર ખાસ ભાર મુકવામા આવ્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ એ એક કાર્યક્રમ ન રહેતા સર્વે સમાજનો લોકોત્સવ અને જનઆંદોલન ઉત્સવ છે. સરકારના મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રી અને સનદી અધિકારીઓ આ ત્રિ-દિવસીય પ્રવેશોત્સવમા ગ્રામીણક્ષેત્રની શાળામા જઈ ઠેર-ઠેર નામાંકન કરાવી રહ્યા છે.
આ અવસરે મહાનુભાવોના હસ્તે વિવિધ પરીક્ષાઓમા શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલ મહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામા આવ્યુ હતુ. આ ઉપરાંત શાળાના SMC ના અધ્યક્ષ, સભ્યો સાથે બેઠક યોજી શાળાના પટાંગણમા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા જિલ્લા સદસ્ય શ્રીમતી લતાબેન લોત્યા, શ્રી નિલેશભાઇ બાગુલ, તાલુકા સદસ્ય શ્રીમતી પ્રિતિબેન ગામિત, ડાયટના લેક્ચરર યોગેશ ચૌધરી, લાયઝન અધિકારી કમલેશભાઇ બાગુલ, સંદિપકુમાર ચૌહાણ, શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ, SMC સભ્ય, વાલીગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.