BANASKANTHAGUJARATKANKREJ

શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણની વાર્ષિક સાધારણ સભા યોજાઈ..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુવિનર્સિટી પાટણના કન્વેશન હોલ નં.૨ મા હીરાભાઈ પ્રજાપતિ (સાગોડીયા) ના અધ્યક્ષ સ્થાને ભૂમિ દાતા નરેન્દ્રભાઇ પ્રજાપતિ તથા મહેશભાઈ પ્રજાપતિ,પ્રમુખ શાંતિલાલ,

શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણની વાર્ષિક સાધારણ સભા યોજાઈ..

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણમાં આવેલ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ સંચાલિત શેઠશ્રી હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ (પાટણ વાળા) “પ્રજાપતિ છાત્રાય” માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આશિર્વાદ સમાન સંસ્થા છે. આ સંસ્થામાં પ્રજાપતિ નામે કોઈ પણ ગોળના કે જિલ્લાના વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે. સંસ્થામાં સંસ્કારની સાથે રોજિંદા જીવનની સૂટેવો નું ઘડતર અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું કોચીંગ પણ આપવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. સમાજ દ્વારા ૫૧ વર્ષ પહેલા સમાજના શૈક્ષણિક વિકાસને લક્ષમાં લઈને સંસ્થાની સ્થાપ ના કરવામાં આવેલ જે તે સમયે સમાજ દ્વારા સમયની જરૂરીયાત પ્રમાણે છાત્રાલયનું સંકુલ બનાવવામાં આવેલ હતું આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે સમાજ વિકાસ ના અનેક કાર્યો કરવામાં આવેલા.આ સંસ્થાની વાર્ષિક સાધારણ સભા ૧૬ મી ઓગસ્ટ ૨૦૨૬ ને રવિવારના રોજ સવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુવિનર્સિટી પાટણના કન્વેશન હોલ નં.૨ મા હીરાભાઈ પ્રજાપતિ (સાગોડીયા) ના અધ્યક્ષ સ્થાને ભૂમિ દાતા નરેન્દ્રભાઇ પ્રજાપતિ તથા મહેશભાઈ પ્રજાપતિ,પ્રમુખ શાંતિલાલ,મંત્રી રઘુભાઈ, ઉપપ્રમુખ અણદાભાઈ થરા, આંતરિક ઓડિટર હરજીભાઈ (નાણાં) સહીત કારોબારી સભ્યોની ઉપસ્થિતમાં સાધારણ સભા મળી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રમુખે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનો ને આવકારી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ગત સાધારણ સભાના ઠરાવો વંચાણે લઈ વર્ષ ૨૦૨૫-૨૬ ના વાર્ષિક હિસાબો રજૂ કરતા સભાએ બહાલી આપેલ.અદ્યતન પાંચ માળનું ભવન આશરે ૧૫ કરોડ રૂપિયા ના ખર્ચે તૈયાર થશે.તેમાં ૩૫૦ કુમારો અને ૧૦૦ કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે તેમ પ્રમુખ શાંતિભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો આવેલી હોવાથી રાજ્યભરમાંથી વિદ્યાર્થી ઓ અભ્યાસ અર્થે આવે છે.ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર,મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ સમાજનાવિદ્યાર્થીઓ ના ધસારાને પહોંચી વળવા સંસ્થા દ્વારા દાતાઓના સહયોગ થકી આ નવા છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું છે.ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.ડૉ. મણીભાઈ પ્રજાપતિ,ડૉ. નિષાદ ઓઝા,શિક્ષક મંજીભાઈ પ્રજાપતિ,શિક્ષક ડી.ડી.પ્રજાપતિ રાધનપુર, નવીનભાઈ પ્રજાપતિ,આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ ઊણ, નિવૃત શિક્ષક ભેમાભાઈ પ્રજાપતિ,ઈશ્વરભાઈ પ્રજાપતિ વકીલ ડીસા, ભગવતીબેન પ્રજાપતિ મહેસાણા,પત્રકાર યશપાલભાઈ સ્વામી, અમરતભાઈ કંબોયા,ભૂતપૂર્વ આચાર્ય શિવાભાઈ પ્રજાપતિ, નિમિષભાઈ ઓઝા મહેસાણા શિક્ષક દશરથભાઈ પ્રજાપતિ ધધાણા,હીરાભાઈ સાગોડીયા,ભીમજીભાઈ પ્રજાપતિ (સુરત) એ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્મ અને સ્ટેજ સંચાલન હરજીભાઈ પ્રજાપતિ એ કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!