GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- નગર ખાતે બસ સ્ટેન્ડ સામે આવેલ અયોધ્યા પુરી ગ્રાઉંડ ખાતે 5 થી 11 ઓક્ટોબર સુધી શ્રીમદ્દ ભાગવત સત્સંગ મહોત્સવનું આયોજન કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૧૦.૨૦૨૪

હાલોલ નગર ખાતે બસ સ્ટેન્ડ સામે આવેલ અયોધ્યા પુરી ગ્રાઉંડ ખાતે 5 થી 11 ઓક્ટોબર સુધી શ્રીમદ્દ ભાગવત સત્સંગ મહોત્સવ નું સુંદર આયોજન શ્રી હાલોલ સ્ત્રી સમાજ, શ્રી વલ્લભ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.જેની તડામાર તૈયારીઓ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો દ્વારા કરવામાં આવી રહી છે.જે પૂર્ણતાને આરે છે.પુષ્ટિ સંપ્રદાયમાં હાલોલ ને છોટી કાંકરોલી નું બિરુદ આપવામાં આવ્યું છે. હાલોલ નગર માં વૈષ્ણવ સમાજ બોહળો છે. અને નગરમાં બે પુષ્ટિમાર્ગીય મંદિરો આવેલા છે.જેને લઇ વખતો વખત વૈષણવો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જેમાં હાલોલ નગર ની ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિ કરતી શ્રી હાલોલ સ્ત્રી સમાજ,શ્રી વલ્લભ મંડળ દ્વારા શ્રીમદ્દ ભાગવત સત્સંગ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે,યોજવામાં આવેલ સપ્તાહ શ્રી મહાપ્રભુજીનાં 17 માં વંશજ સંસ્કૃત વિષયમાં માસ્ટર સુધી અભ્યાસ બાદ શ્રીમદ્દ ભાગવત ગીતા, શ્રીમદ્દ ભાગવત, ઉપનિષદ તથા વિદ્વધુતાની સાથે વક્તવ્યનો પણ ગુણ વિદ્યમાન વૈષ્ણવ સમાજ ના યુવા પ્રણેતામૂર્તિ આચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી ( કડી અમદાવાદ ) માં સ્વમૂખે કથાનું રસપાન કરાવનાર છે. જેને લઇ હાલોલ નગર સહીત પંથકના વૈષ્ણવો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઇ સપ્તાહ ના આયોજક તેમજ હાલોલ ના વૈષ્ણવો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસ થી વરસતા વરસાદને કારણે આયોજકો માં ભારે ગભરાહટ હતી.પરંતુ મેઘરાજા વિરામ આપતા તેઓમાં ઉત્સાહ સાથે તૈયારીઓમાં લાગી ગયા છે.શ્રીમદ્દ ભાગવત સપ્તાહ 5 થી 11 ઓક્ટોબર સુધી બપોરે 3.00 થી સાંજના 6.30 કલાક સુધી ચાલશે.જેમાં તા.5 ને શનિવાર ના રોજ શ્રી હાલોલ સ્ત્રી સમાજ મંદિર ફળીયા ખાતેથી બપોરે 2.00 વાગે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી મુખ્ય માર્ગ પર ફરી સભા મંડપ ખાતે પહોંચશે. ત્યારબાદ કથાનો આરંભ થશે. કથામાં શ્રીમદ્દ ભાગવત માહાત્મ્ય નૃસિંહ જન્મ કૃષ્ણ જન્મ નંદમહોત્સવ ગોવર્ધન પૂજા અન્નકૂટ રૂક્ષમણી વિવાહ વિગેરે વિષે તેનું માહત્મ્ય નું રસપાન કરાવશે રોજ કથા બાદ વિવિધ ધાર્મિક કાર્યકમો યોજાશે.જેને લઇ વૈષ્ણવો ને આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા સપ્તાહનું આયોજન કરનાર મનોરથી રાકેશભાઈ તલાટી, સમીરભાઈ શાહ,શર્મિષ્ઠાબેન તલાટી,વિનોદિનીબેન શાહ સ્ત્રી સમાજ હાલોલ દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!