GUJARATSINORVADODARA

શિનોર ખાતે સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનની સમૂહ લગ્નોત્સવ ને લઈ યોજાઈ


ફૈઝ ખત્રી. શિનોર
સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનની સમગ્ર ટીમ દ્વારા અગાઉ તારીખ..5.5.2025 ના રોજ સમૂહ લગ્ન ઉત્સવ થવાનો છે એના અનુસંધાનમાં આજે ગોપાલ કોટન જીનમાં વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ 64 નવદંપતિએ હાજરી આપી હતી આ મિટિંગમાં સિનોર તાલુકા એપીએમસીના પ્રમુખ અને આ સમૂહ લગ્ન ઉત્સવમાં ભોજનનો તમામ ખર્ચ આપનાર એવા સચિનભાઈ ગોપાલભાઈ પટેલે ખાસ હાજરી આપી અને આ મીટીંગ ને સુશોભિત કરી હતી તેમજ આ મિટિંગમાં આવેલ વાલીઓ કન્યાઓ અને વર પક્ષ ને સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન ના પ્રમુખ અશોકભાઈ જી વસાવા તેમજ સમગ્ર ટીમ દ્વારા તેમજ સચિન ભાઈ પટેલ દ્વારા ફૂલહાર તથા પુષ્પગુચ્છ આપી પધારેલ મહેમાનોનુંસ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગને કઈ રીતના સફળ બનાવવો એના માટે આ ટીમના પ્રમુખશ્રી અશોકભાઈ વસાવા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું (સુચનાઓ આપવામાં આવી હતી) છેલ્લા નાસ્તો કરી કાર્યકમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!