BANASKANTHAGUJARATKANKREJ

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાની બહેનો ઈન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની

પ્રમુખ ધીરજકુમાર શાહ,કોલેજના આચાર્ય ડૉ.ડી.એસ.ચારણ તથા સમગ્ર કોલેજ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવેલ.

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાની બહેનો ઈન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ,શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા ની બહેનો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત યોજાયેલી ઈન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન વિજેતા થઈ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.આ ઉત્કૃષ્ટ સફળતા બદલ સમગ્ર કબડ્ડી ટીમ (બહેનો) તથા તેમના માર્ગદર્શક PTI હિતેશભાઈ ચૌધરી ને કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર શાહ,કોલેજના આચાર્ય ડૉ.ડી.એસ.ચારણ તથા સમગ્ર કોલેજ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવેલ.

નટવર કે.પ્રજાપતિ,થરા
કાંકરેજ/ઓગડ તાલુકો

Back to top button
error: Content is protected !!